Abtak Media Google News

ચાનાં થડ્ડાઓ ખુલ્લા રાખવાની ભરવાડ સમાજની માંગણીનો અસ્વીકાર: ચાની હોટેલોમાં પણ ઓડ-ઈવનનો નિયમ લાગુ રહેશે

રાજયમાં ગઈકાલથી લોકડાઉન-૪ અમલમાં આવ્યું છે જેમાં સરકાર દ્વારા ભારે છુટછાટ આપવામાં આવી છે. નોન ક્ધટેન્મેન્ટ એરીયામાં તમામ પ્રકારનાં ધંધા-રોજગારને સવારે ૮ થી સાંજનાં ૪ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજુરી અપાઈ છે. દરમિયાન ગઈકાલે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, રાજકોટમાં ચાની દુકાનો અને થડાઓ બંધ રહેશે. આજે ભરવાડ સમાજ દ્વારા એવા મતલબની રજુઆત કરાઈ હતી કે, ચાનાં ધંધાર્થીઓને નિયમાનુસાર છુટછાટ આપવામાં આવે તેઓની આ માંગણીનો અસ્વિકાર કરવામાં આવ્યો છે. સાથોસાથ શહેરમાં જે ચાની હોટલ કે દુકાનો આવેલી છે અને તેઓની પાસે ફુડ લાયસન્સ સહિતની મંજુરી છે તેઓ દુકાનો ખુલ્લી રાખી શકશે અને માત્ર પાર્સલમાં જ ચાનું વેચાણ કરી શકશે. અહીં પણ કોઈ ગ્રાહક ઉભો રહીને ચા પી શકશે નહીં. થડા શરૂ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં.

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરમાં જે ચાની હોટલો કે દુકાનો આવેલી છે અને તેઓની પાસે ફુડ લાયસન્સ સહિતની મંજુરી છે તેઓને લોકડાઉન-૪માં રાજય સરકારનાં નિયમ મુજબ છુટછાટ આપવામાં આવી છે. આવી દુકાનો કે હોટલો સવારે ૮ થી લઈ બપોરે ૪ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે અને અહીં કોઈપણ ગ્રાહક ઉભો રહીને ચા પી શકશે નહીં માત્ર પાર્સલની જ સુવિધા ચાલુ રાખવાની રહેશે. આજે ભરવાડ સમાજનાં કેટલાક અગ્રણીઓએ એવી રજુઆત કરી હતી કે, ચાનાં વ્યવસાય સાથે સંકળાયેલા નાના ધંધાર્થીઓને પણ ધંધો શરૂ કરવાની છુટછાટ આપવામાં આવે તે તમામ લોકો નિયમોનું ચુસ્તપણે પાલન કરશે પરંતુ ચાનાં થડા કે જેઓની પાસે કોઈપણ પ્રકારની મંજુરી નથી તે શરૂ કરવાની માંગણીનો અસ્વિકાર કરવામાં આવ્યો છે. શહેરમાં ચાની દુકાનો કે હોટલો ખુલ્લી રહેશે તેને પણ ઓડ ઈવનનાં નિયમનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.