ચા-પાન અને નાસ્તાની લારીવાળા ટેક અવે પધ્ધતિથી વેપાર કરી શકશે

મ્યુ. કમિશ્નરે બહાર પાડયું જાહેરનામું

ગ્રાહકોએ માલ ખરીદી કરી જતા રહેવું પડશે : મ્યુ. કમિશ્નર

ચા-પાન, માવા તથા નાસ્તાની લારીઓએ ગ્રાહકોને માલ લઇને જતા રહેવાની પધ્ધતિથી જ વ્યવસાય કરવાનો રહેશે તેમ મ્યુ કમિશ્નર ઉદત અગ્રવાલે બહાર પાડેલા જાહેરનામાં જણાવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર ઉદિત અગ્રવાલે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ૨૦૦૫ની કલમ-૩૪ની ‚એ શહેરમાં પાન, માવા, ચા (ટી-સ્ટોલ)ની દુકાનો લારીઓ તથા નાસ્તાની લારીઓએથી ગ્રાહકએ જે-તે વસ્તુ ખરીદી લઇ જતા રહેવાની વ્યવસ્થા જળવાઇ રહે તેમજ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન થાય  તે માટે જ‚રી હુકમ કર્યો છે.

રાજકોટમાં ઉ૫રોકત વેપારીઓએ ઉપર દર્શાવ્યા મુજબની વ્યવસ્થાનું પાલન કરવાનું રહેશે.મ્યુ. કોર્પોરેનની યાદીમાં જણાવાયું છે.

Loading...