Abtak Media Google News

એનઆરઆઇ દ્વારા થતી મિલકત ઉપર ર૦ ટકાનું બદલે ૧ ટકો જ ટેકસ ચુકવાતો હોવાનું બહાર આવ્યું

ઇન્કમટેકસ વિભાગ દ્વારા આવનાર મહિનામાં ટેકસ ડીડકશન એટ સોર્સ એટલે કે ટીડીએસ કપાતમાં થતી ચોરી પકડવા પર ઘ્યાન કેન્દ્રીત કર્યુ છે. અને ખાસ કરીને બીન નિવાસી ભારતીયો દ્વારા થતા મિલ્કત વેચાણનો કિસ્સામાં ર૦ ટકાને બદલે ૧ ટકો  ટેકસ ચુકવાતો હોય આવા સોદાઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

કરચોરોને ઝપટે લેવા ઇન્કમટેકસ વિભાગ દ્વારા છેલ્લા વર્ષોમાં સખતાઇ રાખવામાં આવી રહી છે. જે અન્વયે ગત વર્ષ અનેક કરચોરો વિરુઘ્ધ નોટીસો ફટકારવામાં આવી હતી જો કે ઇન્કમટેકસની આ કાર્યવાહીમાં અનેક નાના કરદાતાઓ પણ ઝપટે ચડી ગયા હોવાથી ભારે ઉહાપોહ  મચ્યો હતો ત્યારે આગામી મહીનાથી ઇન્કમટેકસ વિભાગ દ્વારા ટીડીએસ કપાત પર પોતાનું ઘ્યાન કેન્દ્રીત કર્યુ છે.

વધુમાં ટીડીએસ અને ટીસીએસ જમા ન કરનારાઓ વિરુઘ્ધ ટેકસ અધિકારીઓ દ્વારા ટુંક સમયમાં જ કાર્યવાહી શરુ કરવાતા સંકેતો આપી. સીપીડીટીએ દેશભરમાં તમામ આઇટી ઓફીસરને ઓછામાં ઓછા ૩૦ સર્વે કરવા નિર્દેશ કર્યો છે.

જેને પગલે આ અધિકારી અને સરકારી વિભાગો, ખાનગી કંપનીઓ, ઇ કોર્મન પોર્ટલ, અને સ્થાનીક  એકમોનો પણ સર્વે કરી ટીડીએસ કપાતમાં ગોલમાલ કરતા કરચોરોને પકડવા માટે ખાસ ઝુંબેશ રુપી કામગીરી કરનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન ઇન્કમટેકસ વિભાગ દ્વારા બીનનિવાસી ભારતીયો દ્વારા થતા મિલ્કત વેચાણના કિસ્સાઓ પર નજર રાખવાનું શરુ કર્યુ છે. કારણ કે કાયદાની જોગવાઇ મુજબ આવા વેચાણ પર ર૦ ટકા ટીડીએસની જોગવાઇ  હોવા છતાં કરચોરો દ્વારા હકિકતને છુપાવી માત્ર એક ટકો જ ટેકસ ચૂકવા તો હોય ઇન્કમટેકસ વિભાગ દ્વારા આવા સોદાઓ પર નજર રાખવાનું શરુ કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.