Abtak Media Google News

ટાટા કન્સલ્ટેસી સર્વિસીસને પાછલા ત્રણ મહિના એટલે કે ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન અધધધ રૂ ૮૧૦૫ કરોડ રૂપિયાનો નફો થયો છે. વાર્ષિક આધાર પર ૨૪.૧ ટકા વધારે છે. વર્ષ ૨૦૧૭ ના ઓકટોબર-ડીસેમ્બર ના ત્રણ મહીનામાં ૬,૫૩૧ કરોડ રૂપિયાનો નફો થયો છે. કંપનીએ ૪ રૂપિયા પ્રતિ શેરના છેલ્લા ડિવિડન્ડનું એલાન પણ કર્યુ છે.

કંપનીની રેવન્યુ ૨૦.૮ ટકાના ગ્રોથ સાથે ૩૭,૩૩૮ કરોડ રૂપિયા રહીછે. ઓકટોબર-ડિસેમ્બર ૨૦૧૭ માં તે ૩૦,૯૦૪ કરોડ રૂપિયા રહી હતી. કોન્સ્ટેટ કરસીના આધાર પર રેવન્યુમાં ૧૨.૧ ટકાનો વધારો થયો છે. જે પાછલા ૧૪ ત્રીજા કવાર્ટરમાં સૌથી વધારે છે.

ઓકટોબર-ડીસેમ્બરના ત્રણ મહીનામાં ટીસીએએ ૬,૮૨૭ નવા કર્મચારીઓની ભર્તી કરી છે. તેના કર્મચારીઓની કુલ સંખ્યા ૪ લાખ ૧૭ હજાર ૯૨૯ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે પાછલા ૧ર મહિનામાં ટીસીએસનો એટ્રિશનરેટ ૧૧.ર ટકા રહ્યો. એટ્રિશન રેટ એ કર્મચારીઓને છોડવાપર નકકી થાય છે.

મહત્વનું છે કે દેશની સૌથી મોટી સોફટવેર કંપની ટાટા કન્સલ્ટેસી સર્વિસીઝનો ત્રીજા કવાર્ટરમાં ચોખ્ખો નફો ૮,૧૦૫ કરોડ રૂપિયા રહ્યો જે બીજા ત્રિમાસિકમાં ૭,૯૦૧ કરોડ રૂપિયા હતો.

આ અંગે વધુ જણાવતા ટીસીએસના ચીફ એકઝયુકીટીવ અને મેનેજીંગ ડિરેકટર રાજેશ ગોપીનાથને જણાવ્યું કે વર્ષો વર્ષના આધાર પર ડીસેમ્બર ત્રણ મહીનામાં તેના ચોખ્ખા નફામાં ૨૪.૧ ટકાનો ગ્રોથ થયો છે. કંપનીએ કહ્યું ૧૦ જાન્યુ. ૨૦૧૯ ના રોજ થયેલી બેઠકમાં નિર્દેશન મડલે પ્રતિ શેર પર ચાર રૂપિયા અંતીરિમ લાભાંશ આપવાની જાહેરાત પણ કરી હતી. જે અંતર્ગત ૦.૩૧ ટકા લાભાંશ શેર હોલ્ડર્સને મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.