Abtak Media Google News

ઓનલાઈન વેરો ભરનારને ૧ ટકો વિશેષ વળતર અપાશે

પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરતી મહાપાલિકાની વેરા વળતર યોજનાનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. સિવિક સેન્ટર, ઝોન ઓફિસ અને વોર્ડ ઓફિસે કરદાતાઓની કતારો ન લાગે તે માટે અલગ-અલગ ૪૬ સ્થળોએ વેરો સ્વિકારવામાં આવશે. ઓનલાઈન વેરો ભરનારને ૧ ટકો વધુ વળતર આપવામાં આવશે.

વર્ષ ૨૦૧૯-૨૦૨૦નો એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને ૩૧ મે સુધી વેરામાં ૧૦ ટકા વળતર આપવામાં આવશે જયારે મહિલા કરદાતાને વિશેષ ૫ ટકા સાથે ૧૫ ટકા વળતર આપવામાં આવશે. ઓનલાઈન વેરો ભરનાર વ્યકિતને વિશેષ ૧ ટકો વળતર આપવામાં આવશે. કરદાતાઓએ લાંબો સમય લાઈનમાં ઉભું ન રહેવું પડે તે માટે મહાપાલિકાની તમામ વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર, ઝોનલ કચેરી, પોસ્ટ ઓફિસ, આઈસીઆઈસીઆઈ બેંકની તમામ બ્રાંચ, એચડીએફસી બેંકની તમામ બ્રાંચ અને યશ બેંકની તમામ બ્રાંચ સાથે કુલ ૪૬ સ્થળોએ વેરો સ્વિકારવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.