Abtak Media Google News

એક દશકા સુધી નાણાકીય સેવા આપતી કંપનીઓના યુનિટો પાસેથી કર નહીં વસુલાય

દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રકારે યોજના બનાવવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રાજય ખાતે ગીફટ સીટીમાં ઉધોગોને સ્થાપવા માટે સરકાર દ્વારા અનેકવિધ વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં હવે ગીફટ સીટીમાં કોઈપણ નાણાકિય સેવા આપતી કંપનીઓના યુનિટ સ્થાપવામાં આવશે તો તેઓ પાસેથી એક દશકા સુધી કોઈપણ પ્રકારનો કર વસુલવામાં આવશે નહીં. કયાંકને કયાંક સરકાર દ્વારા ટેકસ હોલી-ડે આપતાની સાથે જ રાજયને ગીફટ આપી હોવાનું પણ સામે આવ્યું છે. અત્યાર સુધી કોઈપણ કંપનીઓ જો રાજયમાં સ્થાપવામાં આવે તો તેના પર વિવિધ પ્રકારે કર વસુલવામાં આવતા હોય છે પરંતુ ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેકસ સીટી એટલે કે ગીફટ સીટી ખાતે હવે કોઈપણ પ્રકારનાં કર વસુલવામાં આવશે નહીં. નાણાકિય સંસ્થા સાથે જોડાયેલી કંપનીઓના યુનિટો જેવી કે બેક ઓફિસને ૧૦૦ ટકા કરમુકિત આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ રાજયોને વિકાસલક્ષી નિર્ણયોની અમલવારી માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે બીજી તરફ જે કોઈ કંપનીઓ પોતાનું બેક ઓફિસ ઓપરેશન ગીફટ સીટી ખાતે સ્થાપિત કરવા માંગતા હોય તો તેઓને મીનીમમ ઓલટરનેટ ટેકસ એટલે કે નેટ ટેકસ પણ ચુકવવામાં નહીં આવે. સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો એ વાતની પણ સ્પષ્ટતા થાય છે કે ગીફટ સીટી ખાતે મહતમ વિદેશી કંપનીઓ આવતાની સાથે જ રાજયની અર્થવ્યવસ્થામાં અનેકગણો ફાયદો પહોંચશે જેનો સીધો જ લાભ રાજય તથા દેશને પણ જોવા મળશે. વર્ષ ૨૦૧૯ના સપ્ટેમ્બર માસ દરમિયાન કેન્દ્ર સરકારે ૨૨ ટકાનો કર નિર્ધારીત કર્યો હતો કે જે ગીફટ સીટીમાં આવવા માંગતા હોય તે સમયગાળા દરમિયાન અનેકવિધ કંપનીઓએ ગીફટ સીટીમાં પોતાના યુનિટો સ્થાપ્યા હતા પરંતુ કરમાંથી મુકિત મળતાની સાથે જ જે અન્ય લાભો મળવા જોઈએ તે મળી શકયા ન હતા. બીજી તરફ વિદેશી કંપનીઓનું પણ માનવું છે કે સરકાર દ્વારા જે યોજનાઓ બનાવવામાં આવી રહી છે તેમાં રાજય સરકાર ઘણીખરી વખત પોતાના દ્વારા આપવામાં આવેલા વાયદાઓ પર ખરું ઉતરતું નથી.

ગીફટ સીટી ખાતે જે નવા યુનિટો સ્થાપવા માંગતા હોય તેમના માટે ટેકસ ક્ધસલ્ટન્ટનું માનવું છે કે, સરકારનો અભિગમ હકારાત્મક છે પરંતુ ટેકસ વિભાગ શું આ યોજનાની અમલવારી માટે પરવાનગી આપશે કે કેમ ? ઘણાખરા એવા પ્રસંગો બન્યા છે જેમાં ટેકસ વિભાગ અને સરકાર તેમના વચનો પર ઉભું રહ્યું ન હોય. હાલ ગીફટ સીટી ખાતે જે નવા આઉટસોર્સીંગ યુનિટો સ્થાપવા માટેની માંગ ઉઠવા પામી છે તેનાથી રાજયમાં રોકાણનું પ્રમાણ અનેકઅંશે વધશે જેનો સીધો જ ફાયદો ગુજરાત રાજય બાદ દેશ ઉધોગોને પણ થતો રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા ગાંધીનગર ખાતે સ્થિત ગીફટ સીટીને ફાયનાન્સીયલ હબ બનાવવા માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. હાલ વૈશ્ર્વિક સ્તર પર અને દેશમાં કોરોનાનું ચિત્ર સામે આવ્યું છે અને હરીફાઈ પણ ઘણાખરા અંશે વધી ગઈ છે પરંતુ મુખ્ય પ્રશ્ર્ન એ છે કે આઉટ સોર્સીંગ યુનિટો ગીફટ સીટીમાં સ્થાપિત કરવામાં આવશે. તેઓ પાસેથી એક દશકા સુધી કોઈપણ પ્રકારનો કર વસુલવામાં આવશે નહીં જેથી આ તમામ યુનિટોને સરકાર દ્વારા પ્રોત્સાહિત પણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.