Abtak Media Google News

ઈસ્ટ ઝોનમાં ૮૧ મિલકત, વેસ્ટ ઝોનમાં ૩૫ મિલકત અને સેન્ટ્રલ ઝોનમાં ૨૮ મિલકતો સીલ: બે બાકીદારોના નળજોડાણ કપાયા: ૬૫ લાખની રિક્વરી

ચાલુ સાલના બજેટમાં આપવામાં આવેલા ‚ા.૨૪૬ કરોડના ટાર્ગેટને હાંસલ કરવા માટે મહાપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં હાર્ડ રીકવરી શ‚ કરવામાં આવી છે. વારંવાર તાકીદ કરવા છતાં વેરો ભરવાની તસ્દી ન લેતા બાકીદારો સામે આજે ટેકસ બ્રાંચે ત્રીજુ નેત્ર ખોલ્યું છે. શહેરના ત્રણેય ઝોનમાં અલગ-અલગ વિસ્તારોમાં આજે ૧૪૪ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી જયારે બે બાકીદારોના નળજોડાણ કપાત કરવામાં આવ્યા છે. સીલીંગની કાર્યવાહી હાથ ધરાતા બપોર સુધીમાં ૬૫ લાખ રૂપિયાની વસુલાત થવા પામી છે.

ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં.૪માં કુવાડવા રોડ અને લાતી પ્લોટમાં ૨૦ મિલકતો, વોર્ડ નં.૫માં મણીનગર, ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડનગર, કુવાડવા રોડ અને પેડક રોડ પર ૨૪ મિલકત, વોર્ડ નં.૬માં માંડાડુંગર અને સંતકબીર રોડ વિસ્તારમાં ૭ મિલકત, વોર્ડ નં.૧૫માં મીરા, રામનગર અને સંસ્કાર વિસ્તારમાં ૯ મિલકત, વોર્ડ નં.૧૬માં કોઠારીયા મેઈન રોડ, નિલકંઠનગર વિસ્તારમાં ૪ મિલકત અને વોર્ડ નં.૧૮માં રિદ્ધિ-સિદ્ધિ, બાલાજી, આરતી અને ઢેબર રોડ વિસ્તારમાં ૧૭ સહિત કુલ ૮૧ મિલકતો સીલ કરવામાં આવી છે. સીલીંગની કાર્યવાહી કરતા પૂર્વ ઝોનમાં ૨૭.૩૭ લાખની વસુલાત થવા પામી હતી.

વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે વોર્ડ નં.૯માં રૈયા રોડ પર અંબિકા કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં પરમાર મંડપ સર્વિસ નામની પેઢી હસ્તકની ૧૦ દુકાનો સીલ કરવામાં આવી છે જયારે આસોપાલવ પાર્કમાં કુંભ કોમ્પ્લેક્ષમાં ૨ દુકાનો, વોર્ડ નં.૧૦માં સત્યસાંઈ રોડ પર રજની ડેવલોપર્સ નામે નોંધાયેલી આસોપાલવ બંગલોની મિલકત, હર્નિષ એપાર્ટમેન્ટમાં એક મિલકત, શકિતનગરમાં ૨ મિલકત, નિલ સીટી એવન્યુમાં ૧ મિલકત, ઘનશ્યામનગરમાં તિરૂપતિ પેલેસમાં ૧ દુકાન અને આકાશવાણી ચોકમાં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ૧ મિલકત સીલ કરવામાં આવી હતી. જયારે વોર્ડ નં.૧૧માં સ્વામી નારાયણ પાર્કમાં રાધે કોલ્ડ્રીંકસ, ખોડિયાર પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ચામુંડા ટેઈલર નામની ૩ મિલકતો જયારે વોર્ડ નં.૧૨માં કૈલાસ પાર્ક વિસ્તારમાં તિલક એપાર્ટમેન્ટમાં ૩ ફલેટ સહિત કુલ ૩૫ મિલકતો સીલ કરવામાં આવી છે. ઉદયનગર-૧ અને લાભદિપ સોસાયટીમાં ૨ બાકીદારોના નળજોડાણ કપાત કરવામાં આવ્યા છે. બપોર સુધીમાં કુલ ૨૦.૯૧ લાખની વસુલાત થવા પામી છે.

સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૭માં કેનાલ રોડ પર જયરાજેશ્ર્વરી કોમ્પ્લેક્ષમાં ૫ મિલકતો, શ્રીનાથજી કોમ્પ્લેક્ષમાં ૪ મિલકત, યશ કોમ્પ્લેક્ષમાં ૧ મિલકત, યોગેશ કોમ્પ્લેક્ષમાં ૭ મિલકત, વોર્ડ નં.૧૩માં ઉમાકાંત ઉધોગ વિસ્તારમાં ૧ મિલકત સહિત કુલ ૨૮ મિલકતો સીલ કરવામાં આવી છે. બપોર સુધીમાં કુલ ૧૬.૧૦ લાખની વસુલાત થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.