Abtak Media Google News

હવે, કંપનીઓએ સ્ટેન્ટના ઉત્પાદન અને વહેંચણીના અઠવાડીયાના અહેવાલો ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલને આપવા પડશે

હ્રદયના દર્દીઓ માટે એક વરદાન સ્વરુપ ડીવાઇઝ સ્ટેન્ટ ની કૃત્રિમ તંગી ઉભરી કરનારી કંપનીઓ પર સરકારે તવાઇ કરી છે. જરુરીયાત મંદે દર્દીઓને ઘ્યાને રાખી સરકારે સ્ટેન્ટના ભાવ નકકી કરી દીધા છે. જેથી કરીને કોઇ કંપની કે ડોકટર સ્ટેન્ટની વધુ કિંમત ઝડપી હ્રદયના દર્દીઓ સાથે છેતરપીંડી ન કરી શકે. પરંતુ સ્ટેન્ટના નિયત ભાવને કારણે કૃત્રિમ સ્ટેન્ટની તંગી ઉભી થઇ છે. સરકાર આ તંગીને પુરવા મથામણો કરી રહી છે.

સરકાર કં૫નીઓને સ્ટેન્ટ આયાત કરવા અથવા બનાવવા પર ભાર મુકી રહી છે. આનાથી મલ્ટીનેશનલ કંપનીઓને પણ અસર થશે કે જેઓ ભારતમાંથી સ્ટેન્ટ વીથહોવ કરી રહી છે. આ માટે ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્માસીયુટીકલ્સ (ડીઓપી) એ આયાતકારો અને ડોમેસ્ટિક ઉત્પાદકોને ડીસેમ્બર ૨૦૧૭ સુધી ઉત્પાદન આયાત અને સપ્લાય જાળવવા કહ્યું છે.

આ ઉપરાંત ડીઓપીએ દેશમાં કૃત્રિમ સ્ટેન્ટનું ઉત્પાદન અને તેની વહેચણી નો અઠવાડીયાનો રીપોર્ટ જમા કરાવવા કહ્યું છે આ સાથે જ સ્ટેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓએ આગળના અઠવાડીયાની ઉત્પાદન પ્લાનો રીપોર્ટ નેશનલ ફાર્માસીયુટીકલ પ્રાઇઝીંગ ઓથોરીટીને (એનપીપીએ) અને ડ્રગ ક્ધટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ) ને આપવાનો રહેશે. આ હુકમ ડીસેમ્બર-૨૦૧૭ એટલે કે ત્રણ મહિના સુધી માન્ય રહેશે.

જો કે, એનપીપીએ અને ડીસીજીઆઇનો આ હુકમ યુ.એસ. હેલ્થકેર ફર્મ એલોપ્સની બે બ્રાન્ડ એબસોર્બ અને ઓબસીર્બ જીએસઆઇને લાગુ પડશ નહી ડીઓપી આ પ્રકારે હુકમો દેશમાં કૃત્રિમ સ્ટેન્ટનું ઉત્પાદન જાળવવા કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.