Abtak Media Google News

વાહનોની ફાઇનાન્સીંગ, ઇન્સ્યોરન્સ અને લોયાસ્ટી પ્રોગ્રામ: સર્વિસ કોન્ટ્રાકટ ઉપલબ્ધ: ૩ એસ સુવિધા આ ક્ષેત્રમાં ર૪ કલાક કાર્યરત રહેશે

ટાટા મોટર્સ તેના નવા નિમણુંક કરેલા જીતેન્દ્ર ઓટોમોબાઇલ્સ દ્વારા ૩ એસ કોમર્શિયલ ડીલરશીપની રાજકોટમાં રજુઆત કરી. નવી સ્ટેટ ઓફ આર્ટ ડીલરશીપ ફેસીલીટી ૩૮૯૦૦ સ્કે.ફુટની જગ્યામાં વિકસાવવામાં આવી છે. જે ટાટા મોટર્સની કોમર્શિયલ વ્હીકલની સંપૂર્ણ શ્રેણી ગ્રાહકોને વેચાણ, સર્વિસ અને સ્પેર્સ અનુભવને એક છત હેઠળ પુરી પાડવામાં આવશે.

ગોંડલ રોડ હાઇવે ઉપર નવી ૩એસ ફેસીલીટીનાં વેચાણ પછીની સર્વિસ સંચાલન માટે તેની પાસે તેની પાસે રોજના ૩૬ વાહનોને સર્વિસ પુરી પાડવાની ક્ષમતા છે. ૧પ બેપ્ઝનાં સ્ટાફ જેમને પ્રોફેશ્નલી ટ્રેઇન્ડ ટેકનીશ્યન સાથે, તે બીજી સુવિધાઓ જેવી કે એડવાન્સ સંપૂર્ણ શ્રેણીના વ્હીલ્સનું એલાયમેન્ટ યુનિટ, એર કંડીશન્ડ ધરાવતી કસ્ટમર લોન્જ, ડ્રાઇવરો માટે બંકર અને વોશરુમ સાથેનો આરામ કરવાનો રુમ જીતેન્દ્ર ઓટોમોબાઇલ્સ સાથે જોડાવવું.

આ તકે આર.ટી.વાસન હેડ એ જણાવ્યું  હતું કે, ગુજરાત ચાવી રુપ બજાર હોવાની સાથે ટાટા મોટર્સ ખાનતે અમારા માટે મહત્વનું છે અમે ગ્રાહકોની જરુરીઆતને પુર્ણ કરીએ. અમે જીતેન્દ્ર ઓટોમોબાઇલ્સ સાથે શહેરમાં અમારી સેવાઓને વિસ્તારવા માટે જોડાઇને આનંદ અનુભવીએ છીએ. અહિંયા અમારા કોમર્શિયલ વાહનો માટે ઉત્સાહીત માંગની સાથે આજે શરુ થયેલી સર્વગ્રાહી સેવાઓએ ટાટા મોટર્સ બ્રાન્ડ માટે લાંબા ગાળાના મૂલ્યો તૈયાર કરવા માટેનું અમારા ગ્રાહક કેન્દ્રીત  અભિગમ પરીણામ છે. અને તે અમને ગુજરાતના બજારમાં પ્રતિસ્પર્ધાત્મક સરસાઇ પુરી પાડે છે.

વીર ખારા જીનેન્દ્ર ઓટોમોબાઇલ્સ જણાવે હતું કે અમે ટાટા મોટર્સ જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ સાથે ભાગીદારી કરીને ખુશ છીએ અને ગર્વની અનુભવીએ છીએ. જેને ભારતમાં કોમર્શીયલ વ્હીકલ બજારમાં ક્રાંતિ લાવી છે. ગ્રાહકો ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હીકલની સંપૂર્ણ શ્રેણીના પ્રાથમીક અને મુલ્ય વર્ધીત સેવાઓનો ટ્રેઇન્ડ કારીગરો દ્વારા લાભ લઇ શકશે. રાજકોટમાં નવા શોરુમ સમકાલીન સ્ટાઇલ, એક સ્થળે વેચાણ સર્વિસ અને સ્પેર પાર્ટસ પ્રાપ્ત કરાવશે.નવા ડીલરશીપનું અનાવરણએ ટાટા મોટર્સની વ્યુહરચના નો ભાગ છે. આ શોરૂમના ઉદધાટન પ્રસંગે આર.ટી.વાસન હેડ સેલ્સ એન્ડ માર્કેટીંગ, કોમર્શિયલ વ્હીકલ બીઝનેશ યુનિટ, અંજલીબેન વિજયભાઇ રૂપાણી પ્રભારી રાજકોટ શહેર ભાજપ મહીલા મોરચો, આશીષ ટંડન, પ્રશાંત ફડનવીશ, જીતેન્દ્ર ઓટોમોબાઇલ્સના વીર ખારા, ચિંતન ખારા, પારસ ખારા તથા અદિત ખારા સહીતના ગ્રાહકો મિત્ર તથા સગા સ્નેહીઓ બહોળી સંખ્યામૉ ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.