Abtak Media Google News

બીએસઈમાં ટીસીએસનો શેર ૧.૦૯ ટકા વઘ્યો જયારે રિલાયન્સનાં શેરમાં ૧.૨૫ ટકાનો જોવા મળ્યો ઘટાડો

વિશ્ર્વ વિખ્યાત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસ વચ્ચે માર્કેટ વેલ્યુએશનની દોડ લાગી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મંગળવારનાં રોજ રિલાયન્સ કરતાં ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસ માર્કેટ વેલ્યુએશનમાં આગળ પહોંચી ગઈ છે. મંગળવારનાં રોજ શેરબજાર બંધ થતા ટીસીએસનાં એમકેપની વાત કરવામાં આવે તો તે ૮,૨૦,૭૦૨ કરોડ રહ્યું હતું જયારે રિલાયન્સ એમકેપ ૮,૦૮,૮૬૭ કરોડ રહ્યું હતું એટલે કહી શકાય કે અંદાજે ૧૧૮૩૫ કરોડ ‚પિયા રિલાયન્સ કરતા ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસ આગળ છે.

ટાટા ક્ધસલ્ટન્સી અને રિલાયન્સનાં શેરો વિશે વાત કરવામાં આવે તેમાં પણ ઘણો ખરો ફેર જોવા મળ્યો હતો. બીએસઈમાં ટાટા ક્ધસલ્ટન્સીનો શેરનાં ભાવમાં ૧.૦૯ ટકાનો વધારો થતા તેનો શેર ૨૮૮૭.૧૫ ‚પિયા રહ્યો હતો જયારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શેરમાં ૧.૨૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને શેરનો ભાવ ૧૨૭૬ ‚પિયા રહ્યો હતો. ગત વર્ષોમાં અનેક વખત રિલાયન્સ લીમીટેડ અને ટાટા ક્ધસલ્ટન્સી એમકેપમાં સ્પર્ધા પ્રથમ ક્રમ પર રહેવા માટે કરેલી છે. એમકેપ દ્વારા મુખ્ય જે સ્થાનિક કંપનીઓની વાત કરવામાં આવે અને તેઓને જો રેન્ક આપવામાં આવે તેમાં એમકેપે ટીસીએસને પ્રથમ ક્રમ પર રાખ્યું છે ત્યારબાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ, એચડીએફસી બેંક કે જેનું વેલ્યુએશન ૬,૦૭,૫૫૪ કરોડનું છે જયારે હિન્દુસ્તાન યુનિ લિવર લીમીટેડનું એમકેપ ૩,૯૮,૫૫૦ કરોડનું રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં આ તમામ સ્થાનિક કંપનીઓ પોતાની માર્કેટ વેલ્યુએશન વધારવા માટે તનતોડ મહેનત કરી રહી છે અને પ્રથમ ક્રમ માટે સ્પર્ધા પણ એટલી જ દિન-પ્રતિદિન જટીલ બનતી જઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.