Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર રાજયમાં સર્વાંગી વિકાસની કામગીરી કરી રહી છે: ફ્રિ નિર્ધારણ વિધેયકનો સાચો હેતુ ભાજપ યુવા મોરચો ઘર-ઘર સુધી પહોંચાડશે: યુવા મોરચાના નવનિયુકત પ્રદેશ મહામંત્રી નેહલ શુકલ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને ૧૫૦ી વધુ બેઠકો જીતાડવાનો લક્ષ્યાંક સો રાજયભરમાં યુવા મોરચો કામ કરશે તેમ આજે ‘અબતક’ દૈનિકની શુભેચ્છા મુલાકાતે આવેલા ગુજરાત યુવા ભાજપ મોરચાના પ્રદેશ મહામંત્રી નેહલભાઈ શુકલએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી પદે રાજકોટના વિજયભાઈ ‚પાણી સત્તા‚ઢ છે ત્યારે યુવા મોરચામાં પણ રાજકોટને પ્રતિનિધિત્વ મળે તે માટેના પુરતા પ્રયાસો કર્યા હતા. ૨૫ વર્ષના લાંબા અંતરાલ બાદ યુવા ભાજપમાં રાજકોટને મહામંત્રી પદ મળ્યું છે. પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી તરીકે મારી નિમણૂંક કરવા બદલ હું મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તા યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વીજ પટેલનો આભારી છું. સૌરાષ્ટ્ર યુનિ.ના સેનેટ અને સિન્ડીકેટ મેમ્બર તરીકે હું વર્ષોી સતત યુવાનો વચ્ચે રહીને કામ કરું છું. સંગઠનમાં મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે મારો પ્રમ લક્ષ્યાંક યુવાનોને ભાજપની વિચારધારા સો જોડવાનો રહેશે.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ ૧૫૦ બેઠકો જીતવાના લક્ષ્યાંક સો મેદાનમાં ઉતર્યું છે.આ લક્ષ્યાંકને પૂરો કરવા મા‚ પ્રમ પ્રાધાન્ય રહેશે. હાલ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની સરકાર ૨૦-૨૦ મેચની માફક કામ કરી રહી છે. સર્વાગી વિકાસ માટે કામ કરતી આ સરકાર પુન: સત્તા‚ઢ ાય તે માટે યુવા મોરચો સતત કાર્યશીલ રહેશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ફિ નિર્ધારણનો મહત્વકાંક્ષ વિધેયક પસાર કરવામાં અાવ્યો છે જેનો સાચો હેતુ લોકો સુધી પહોંચાડવામાં આવશે. કોઈ શાળા નિર્ધારીત કરેલી ફી કરતા વધુ ફિ લે તો યુવા મોરચાને ફરિયાદ કરવા તેઓએ વાલીઓને હાકલ કરી હતી. સાો સા શાળાઓને ખોટા હેરાન ન કરવા પણ કહ્યું હતું.

હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર અંગે પુછાયેલા સવાલના જવાબ આપતા પ્રદેશ યુવા ભાજપના મહામંત્રી નેહુલભાઈ શુકલએ જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાયેલા યુવાનો ભાજપની વિચારધારાને વળગી કામ કરે છે. જયારે અન્ય યુવાનો પોતાની વિચારધારા મુજબ કામ કરી રહ્યાં છે. પ્રજા કોને સ્વીકારશે તે સમય જ બતાવશે. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન નેહલભાઈ શુકલ સો સૌ.યુનિ.ના સિન્ડીકેટ સભ્ય મેહુલભાઈ ‚પાણી અને રાજકોટ યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ ઉપસ્તિ રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.