Abtak Media Google News

સોનીની ટી.વી. સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ફ્રેમ મેળવેલી દિશા વાકાણી ઉર્ફે દયાભાભીને ત્યાં દિકરીનો જન્મ થયો છે. મુંબઇની પાવઇ હોસ્પિટલમાં દિશાએ નોર્મલ ડિલિવરી કરી હતી. જો કે બે દિવસ તેઓ હોસ્પિટલમાં રહેશે પણ માં-દિકરી બંનેની તબિયત સારી છે.

દિશાનુ શ્રીમંત પહેલી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તારક મહેતાના એક્ટ્રેસિસ તેમજ જુનો ટપુ “ભવ્ય ગાંધી અને નવો ટપુ અનડકટ પણ આવ્યા હતા. શ્રીમંત વિધી થયા બાદ મહેમાનોએ પવઇમાં આવેલા  એક ક્લબહાઉસમાં જમણવાર રાખ્યો હતો.

શ્રીમંતના આગળના દિવસ સાજી સેરેમની પણ રાખવામાં આવી હતી. દિશા વાકાણીની દિકરીના સ્વાગત સમારંભમાં ભવ્ય ગાંધી ઉર્ફે ટિપેન્દ્રએ જણાવ્યું હતું કે તે તેની ‘રીલ’ માંને બાળક આવવાથી ખૂબ જ ખુશ છે ભવ્યએ પોતાનો અને દિશા વાકાણીનો ફોટો ઇન્ટગ્રામ પર પણ અપલોડ કર્યો હતો ટ્રેડિશનલ વેરમાં દિશા એકદમ યુનિક લાગી રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.