Abtak Media Google News

હાય રે અંધશ્રઘ્ધા…!!

બિહારના બેગુસરાઇના તાંત્રિકે નરબલીને યોગ્ય ઠેરવવા પોતાના પુત્રથી બલી આપવા તૈયાર હોવાનો વીડિયો વાયરલ કરતા તંત્ર દોડતું થયું

ર૧મી સદીમાં સતત વિકસી રહેલી ટેકનોલોજીના કારણે દુનિયા સાથે કદમ મેળવીને આપણો દેશ મંગળ પર જવાની તૈયારી કરી રહ્યો છે. ત્યારે દેશના અનેક સમાજો અને વિસ્તારોમાં ધર્મના નામે ભારે અંધશ્રઘ્ધા પ્રવર્તતી રહી છે. આવી અંધશ્રઘ્ધાના કારણે સમયાંતરે કહેવાતા સુશિક્ષીત સભ્ય સમાજને શરમાવે તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. આવો જ એક કિસ્સો બિહારમાં સામે આવ્યો છે. જેમાં એક તાંત્રિકે તંત્રને અરજી કરવા ઉપરાંત એક વિડીયામાં નરબલિને યોગ્ય ઠેરવવા પોતાના એન્જીનીયર પુત્રની બલિ આપવાની તૈયારી કરી રહ્યાનો કર્યો છે. જેના કારણે પોલીસ અને વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.

દેશના પછાત રાજયોમાં જેની ગણના થાય છે તેવા બિહાર રાજયમાં ભારે અંધશ્રઘ્ધા પ્રવર્તતી જોવા મળે છે. આવા બિહારના બેગુસરાઇ જીલ્લામાં એક તાંત્રિકે વહીવટી તંત્ર હચમચાવી મુકયું છે. આ તાંત્રિકે નરબલિને યોગ્ય ઠેરવવા પોતાના એન્જીનીયર પુત્રની બલિ આપવા તૈયાર હોવાનું અને તે માટે મંજુરી આપવા તંત્ર પાસે અરજી કરી છે.

આટલેથી ન અટકતા આ તાંત્રિક એક વિડીયો વાયરલ કર્યો છે. જેમાં તેને માનવ બલિને વ્યાજબી ઠેરવવા માનવ વધ ગુન્હો ન હોવાનો  દાવો કયો છે. પોતાની વાતને યોગ્ય ઠેરવવા પોતાના એન્જીનીયર પુત્રની બલિની શરુઆત કરવાનું વિચારી રહ્યાનો દાવો કયો છે. આ તાંત્રિક બેગુસરાઇ જીલ્લાના મોહનપુર પહાડપુર ગામનો સુરેન્દ્ર પ્રસાદ સિંગ હોવાનું ખુલવા પામ્યું છે.

જો કે આ અંગે બેગુસરાઇ જીલ્લાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સંજીવકુમાર ચૌધરીએ પોતાની પાસે આવી કોઇ અરજી આવી ન હોવાનું જણાવ્યું છે. આ ગંભીર ઘટનામાં પ્રતિબંધીક માનવ વધને યોગ્ય ઠેરવવાના પ્રયાસો થયા હોવાનું દેખાય રહ્યું છે. અજાણ્યા સંગઠ્ઠન બિંદુમાં માનવ કલ્યાણ સંસ્થાના લેટર પેડ પર આ અરજી કરવામાં આવી છે. આ પત્રવાળી સંસ્થા કાયદેસર રીતે રજીસ્ટર થયેલી સામાજીક સંસ્થા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ તાંત્રિક સુરેન્દ્ર પ્રસાદ સિંગ તેના ગામના પગલા બાબા તરીકે જાણીતા છે અને તેમની હરકતો હંમેશા વિચિત્ર હોય છે.

કયારેક તે પોતાના ગળામાં માનવ ખોપરી વીંટાળીને ફરતો કે માનવ કંકાસ લઇને જતો દેખાય છે. જેનાથી ભયભીત  ગ્રામ્ય લોકો પોતાના બાળકોને આ બાળકથી દુર રાખે છે.  આ પગલા બાબાએ પોતાના વિડીયોમાં એવો પણ દાવો કર્યો છે કે અધોર તંત્રના આરાદય માં કામકળ્યા દેવીના આદેશથી તે માનવ બલિ ચડાવવા માંગે છે. અને જેની શરુઆત પોતાના પુત્રથી બલિથી કરશે. માત્ર એટલું જ નહી તેને એવો પણ દાવો કર્યો છે કે મારા મંદીરમાં ફાળો આપવાનો ઇન્કાર કરનાર મારા માટે રાવણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.