Abtak Media Google News

અલગ અલગ વિસ્તારોમાંથી લાખો રૂપિયાની ખનીજ ચોરી પકડાઈ

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બોકસાઇડનું થતું ગેરકાયદેસર ખનન પ્રદેશ કક્ષાએ બદનામ થતા વિવિધ તંત્રો દ્વારા આ બે નંબરની બેરોકટોક પ્રવૃતિમાં ચારે તરફના તપાસના ગાળિયા કસવામાં આવતા આકરી તવાઇ ઉતારવામાં આવી છે.

ખાણ ખનીજ વિભાગમાં જીલ્લાના સ્થાનીક વિભાગથી માંડી પ્રદેશ સુધીના ઉંચ વિભાગે અહિ કલ્યાણપુર તાલુકાના બોકસસાઇડ વિસ્તારમાં રીતસર તપાસો શરુ કરી દેતા આ વિસ્તારના કનેડી ગામ તરફથીની એક ખાણમાં ગેરકાયદેસરની ખનન પ્રવૃતિમાં તપાસ કરવામાં આવતા ત્યાંથી ૩, ૫૪૬, ૫૮ મેટ્રીક ટન જેટલો અધધ બોકસસાઇડનો જથ્થો કિંમત રૂા ૪,૪૩,પ૦૦ ની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. સાથે રૂ. ૩૦ લાખની કિંમતનું હિટાચી મશીન પણ મળી આવ્યું હતું. તપાસનીસ ટીમ દ્વારા ૭૫ લાખનો મત્તા કબજે કરી કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવી હતી.ઉપરાંત ચારેક દિવસ પૂર્વે અત્રેના મેવાસા નજીકથી ઝડપાયેલા ચૌદ કરોડ જેટલી ચોરી ના સ્થળે ડાડુભાઇ પીઠાભાઇ કંડોટિયાની જગ્યામાં પી.જી.વી.સી. ના ઇજનેર સહિતની ચેકીંગ સ્કોવોર્ડે ચેકીંગ કરતા કરોડો ના બોકસસાઇડનું ખનન ગ્રેટ કાયદેસર વિજ જોડાથી કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. ત્યાંથી રૂ. ૩,૬૩,૪૮૩/- ની વિજ ચોરીનું બીલ બનાવી કાર્યપાલક ઇજનેર દ્વારા પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.કલ્યાણપુરથી દ્વારકા વચ્ચે આવેલા આ વિસ્તારમાં બોકસસાઇટની ચોરી દાયકાઓથી પણ હોય ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આ વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી અવિરત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી રાતોરાત કરોડપતિ બનવાના ખ્વાબ જોતા ખનીજ માફીકા ઉલટાના મુશ્કેલીમાં મુકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.