Abtak Media Google News

કોરોનાને રોકવા તકેદારીની એસી તેસી કરનાર વેપારીઓ અને નાગરિકો દંડાયા: સામાજિક અંતરનો ભંગ કરનારા ૨૫ વેપારી દંડાયા: સમય મર્યાદાનો ભંગ કરનારા, કારણ વગર રખડનારા સામે પણ કાર્યવાહી

જામનગર શહેર-જિલ્લામાં બેકાબુ બનતા જતા કોરોના વાયરસના સંક્રમણના પગલે નાગરિકો, વેપારીઓ સતર્ક બનવાના બદલે હજુ બેદરકાર રહેતા હોય  પોલીસે સપાટો બોલાવી સાત વેપારીઓને સોશ્યિલ ડિસ્ટન્સનો ભંગ કરતા છને સમયમર્યાદાનો ભંગ કરતા અને પચ્ચીસ શખ્સોને કારણવગર રખડતા પકડી ગુન્હો નોંધ્યો હતો.

જામનગર શહેર તેમજ જિલ્લામાં રોજેરોજ કોરોના વાયરસના સંક્રમીતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. હાલમાં અમલી રહેલા અનલોક-૨ દરમ્યાન લોકોને રાત્રે દસ વાગ્યા સુધી જ બહાર રહેવા તેમજ વેપારીઓને તેમની દુકાનો રાત્રીના ૮ વાગ્યા સુધી ખુલી રાખવાની શરતી મંજુરી આપવામાં આવી છે. સોશ્યલ ડીસ્ટન્સ વિગેરેની જાળવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક સ્ળે સરકારી સૂચનાઓનું ઉલ્લંઘન તું જોવા મળી રહ્યું છે.

ગઈકાલે શહેરના ગુરૂદ્વારા વિસ્તારમાં આવેલા આઝાદ રસ ડીપોમાં  સોશ્યિલ ડિસ્ટન્સનો ભંગ કરાવી ગ્રાહકો એકઠા કરાતા પોલીસે તેના સંચાલક અફઝલ સલીમ બાજરીયા સામે ગુન્હો નોધ્યો છે જ્યારે ત્રણ દરવાજા પાસે સંજરી પાન નામની દુકાન ચલાવતા સીદીક ઈબ્રાહીમ આસમાણીએ પણ સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરાવતા પોલીસે કાર્યવાહી કરી છે.

પટ્ટણીવાડમાં શાહરૃખ સીદીક પંજાએ પોતાની સવન પ્રોવીઝન નામની દુકાન રાત્રે સવા નવ વાગ્યા સુધી ખુલી રાખી હતી. અલ્તાફ સાબીર શેખે લતીફ પાન નામની દુકાન મોડે સુધી ચાલુ રાખી હતી. સાધના કોલોનીમાં રાજેશ મોરારજીભાઈ લધાણીએ સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરાવ્યો હતો. રણજીતનગરમાં નાસ્તાની રેકડી ચલાવતા હિરેન શંકરભાઈ ભકકડ તા સમર્પણ સર્કલ પાસે રાજાભાઈ મેસુરભાઈ પરમારે ચાની લારીએ અને અબ્દુલાભાઈ નારણભાઈ ચારણે પાનની દુકાને વધુ માણસો એકઠા કર્યા હતાં. સિક્કામાં ઈરફાન અબ્બાસ પીરજાદાએ મોડે સુધી પોતાની રઝા ડેરી ચાલુ રાખી હતી. બીમલદાસ મગનમલ નેભનાણીએ ખોડીયાર સેલ્સ નામની દુકાન ખુલી રાખી હતી.

તે ઉપરાંત કાલાવડમાં અંકીત કાંતિલાલ સાવલીયાએ તેમજ તૌફીક શોકતભાઈ કુરેશીએ સમય મર્યાદાનો ભંગ કર્યો હતો. જામજોધપુરમાં કૃણાલ કાંતિભાઈ પટેલ, મુકેશ ભીમજીભાઈ સગર  સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવામાં નિષ્ફળ ગયા હતાં. તે તમામ સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી હતી.

શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ગઈકાલે બપોરે ગુરૃકૃપા હોટલ નજીક સન્ની દિલીપભાઈ ભટ્ટી, દર્શન અશોકભાઈ અગ્રાવત, પ્રવિણભાઈ વાઘાભાઈ મારૂ, અરવિંદભાઈ કારાભાઈ કંડોરીયા, હરદેવસિંહ નવલસિંહ જાડેજા, રવાભાઈ મંગાભાઈ જાદવ નામના છ શખ્સ ટોળુ વળીને સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરતા મળી આવ્યા હતાં.

લંઘાવાડના ઢાળીયા પાસેી ગઈરાત્રે ઈબ્રાહીમ કરીમ પીંજારા, મહમદ ઈસ્માઈલ પીંજારા નામના બે શખ્સ કારણવગર રખડતા સાંપડ્યા હતાં. તળાવની પાળ પરી જીતેન્દ્ર શાંતિલાલ ગોલારાણા, પ્રતાપ બાબુભાઈ મકવાણા, હાપામાંથી હેમંત મલાભાઈ ભરવાડ, મનોજ દેવસીભાઈ ભરવાડ, રફીક હસન મતવા, જોડીયાના બાદનપર પાટીયા પાસેી અસ્વદ અશરફ મેમણ, કાલાવડના મોટા પાંચ દેવળામાંથી શેઠવડાળાનો યુનુસ મોતીભાઈ સંધી, જોગવડમાંથી રાજેશ મગનભાઈ રાઠોડ, શેઠવડાળા પાસેી સંજય પોપટભાઈ પટેલ, જગદિસ લખમણભાઈ પટેલ, આશિષ વલ્લભભાઈ પટેલ અને શહેરના સમર્પણ હોસ્પીટલ રોડ પરી દેવકરણ જેસાભાઈ ગઢવી, નીતીન દિનેશભાઈ સીંગરખીયા, આશીષ ગુલાબભાઈ સાંગઠીયા, સમીર સમસુદીન ભટી નામના ચાર શખ્સ કારણ વગર એકઠા યેલા જોવા મળતા પોલીસે તમામ સામે કાયદાકીય કામગીરી કરી હતી.

શહેરમાં સાંજે ૬ સુધી જ દુકાનો ખુલી રાખવા નિર્ણય

જામનગરમાં બેકાબૂ ઈ ગયેલા કોરોના સંક્રમણને પગલે જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્નાની આગેવાનીમાં યોજાયેલ તાકીદની બેઠકમાં આગામી ૩૧ જુલાઈ સુધી વિવિધ વસ્તુઓની તમામ દુકાનો સવારે ૮ થી સાંજે ૬ સુધી જ ખુલ્લી રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા ઈ રહેલા સંક્રમણ રોકવાના પ્રયાસોને પ્રજાનો સહયોગ સાંપડે તે અત્યંત જરૃરી છે. સમગ્ર સ્થિતિને ધ્યાને લઈ જામનગર વેપારી મહામંડળની કચેરીમાં વિવિધ તમામ કોમોડીટીના વેપારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ વિચાર-વિમર્શ પછી શહેરમાં ૩૧ જુલાઈ સુધી તમામ વસ્તુઓની દુકાનો આજે ૬ કલાક સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાી સાંજે ૬ કલાક પછી તમામ વેપારધંધા બંધ રહેશે.

આ ઉપરાંત ર૮ જુલાઈએ શહેરમાં કોરોના સંક્રમણની સમીક્ષા કરવામાં આવશે અને જરૂર જણાશે તો વેપારીઓ દ્વારા સંપૂર્ણ લોકડાઉનનું સ્વૈચ્છિક પાલન કરવામાં આવશે તેમ વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્નાની યાદીમાં જણાવાયું છે.

જામનગર, ધ્રોળમાં ચા-પાનની દુકાનો ૨૬ જુલાઇ સુધી બંધ

જામનગર ઉપરાંત ધ્રોળ નગરપાલિકા વિસ્તારમાં વધતા જતાં કોરોનાના કહેરને ધ્યાને રાખી આ બન્ને શહેરોમાં ચા-પાનની હોટલ-દુકાનો ર૬ જુલાઈ સુધી બંધ કરવાનો જિલ્લા મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે. કોરોના વાઈરસને ડબલ્યુએચઓ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. દેશમાં આ વાઈરસના કેસો સતત વધતા જાય છે. ખાસ કરીને જામનગર શહેર તા જિલ્લાના ધરોળ નગરપાલિકા વિસ્તારમાં કેસોની સંખ્યા ખૂબ જ વધી રહી છે. આી આ વાઈરસને અંકુશમાં લેવા માટે જામનગર શહેર તેમજ ધ્રોળ નગરપાલિકા વિસ્તારમાં ચા ની લારી, દુકાનો અને માત્ર ચા ની હોટલ ઉપરાંત પાન-માવા-ગુટખાનું વેંચાણ કરતા ગલ્લાઓ, લારીઓ, દુકાનો તા. ર૬ જુલાઈ સુધી સદંતર બંધ રાખવા માટે જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આ જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે ફરિયાદ નોંધી નિયમ મુજબ પગલાં લેવામાં આવશે.

સાંજે ૬ સુધી જ દુકાનો ખુમચા-પાનના ધંધા બંધ અંગે પુન: વિચારણ જરૂરી: ટી સ્ટોલ એસો.

જામનગરમાં ચા-પાનના ધંધા બંધ રાખવા માટેના પ્રસિદ્ધ યેલા જાહેરનામા અન્વયે પુન: વિચારણા કરવા રજૂઆત કરવામાં આવી છે.જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા ગત રાત્રે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને આજી ચા-પાનની દુકાનો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

આ અંગે જામમનગર ટી સ્ટોલ એસોસિએશનના પ્રમુખ આલાભાઈ રબારીએ મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, તંત્ર દ્વારા લેવામાં આવતા પગલા આવકાર્ય છે. ટી-સ્ટોલ સંચાલકો સતત સહકાર આપી રહ્યાં છે. કાયદા પાલન માટે કોઈ વિરોધ હોય શકે નહીં, પરંતુ જામનગરમાં માત્ર ચા-પાનના ધંધાના કારણે જ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તેવું ન હોય શકે, અન્ય બાબતો પણ વાયરસના સંક્રમણ વધવા માટે જવાબદાર હોઇ શકે.

સુરત, અમદાવાદ, રાજકોટમાં જામનગર કરતા વધુ કેસો નોંધાયા છે, છતાં ત્યાં તંત્રએ ચા-પાન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો ની. પરંતુ પાર્સલ સુવિધા સેવા ત્યાં ચાલુ જ છે. જામનગરમાં પણ આવી સુવિધા માટે વિચારણા કરવી જોઈએ. આી સર્જાયેલા પ્રશ્નનું નિરાકરણ આવી શકે. આમ અચાનક લાગુ કરાયેલા પ્રતિબંધ અંગે પુન: વિચારણા કરવી જોઈએ.

પાન મસાલા તમાકુના હોલસેલરોને ત્યાં ભીડ

જામનગર જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ર૬-જુલાઈ સુધી જામનગર શહેર તા ધ્રોલમાં ચાની લારીઓ, દુકાનો તેમજ પાનના ગલ્લા બંધ રાખવાનો આદેશ કર્યો છે. જેને પગલે જામનગર શહેરમાં આજે સવારી ચા-પાનની દુકાનો બંધ જોવા મળી હતી અને લોકડાઉનના દૃશયો તાજા યા હતાં. તંત્રએ કોરોના વધતા સંક્રમણ અને ચા-પાનની દુકાનોએ તી ભીડના પગલે ચા-પાનની દુકાનો પર એક સપ્તાહનો પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલા પ્રતિબંધ સમયે કાળાબજાર યા હતાં તેી પાન-મસાલા અને તમાકુના હોલસેલર વેપારીઓને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી હોવાી હોલસેલરોને ત્યાં વ્યસનીઓની ભીડ ઉમટી હતી. તમાકુના ઘણા હોલસેલરોને ત્યાં ભીડ વધી જતા તેઓએ દુકાનો બંધ કરી દીધી હતી. જો દરેક સ્ળે ભીડ એકત્ર ાય અને લોકો જાગૃત ાય જ નહીં, તો કોરોનાનું સંક્રમણ વધતું જ રહેશે, જેથી લોકડાઉનની સ્થિતિ ફરી ઉભી શે, તેી લોકોએ સ્વયં જ જાગૃત રહેવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.