Abtak Media Google News

વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયાના રોડ રસ્તા બનાવવા અંગે તાજેતરમાં એસોસિએશનના હોદેદારો મેયરને અરજી આપવા ગયા હતા. પ્રશ્નની ગંભીરતા સમજી મેયર અધિકારીઓ સાથે લઈ વિસ્તારની મુલાકાત લીધી હતી. ઉપરાંત એસોસિએશનના હોદેદારો સાથે ફાલકન પંપમાં બેઠક યોજી વિસ્તારથી ચર્ચા કરી યોગ્ય કરવાની ખાત્રી આપવામા આવી હતી.

આજરોજ વાવડી ઇન્ડસ્ટ્રીઅલ ઝોન એસોસિએશન સાથે  ફાલકન પંપમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર બિનાબેન આચાર્ય તથા શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી તથા શહેર યુવા ભાજપ પ્રમુખ અને વોર્ડ નં ૧૨ના પ્રભારી પ્રદિપભાઇ ડવ તથા અધિકારીઓ સાથે વાવડીના રોડ રસ્તા રીપેર કરવા માટે ચર્ચા કરી ભારપૂર્વક રજુઆત કરવામાં આવી હતી. મુખ્ય રોડ આરસીસી રોડ બનાવવાની રજુઆત કરી હતી.

ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર તથા સુલભ શૌચાલય પણ શરૂ કરવા ચર્ચા કરી હતી. વાવડી ઇન્ડસ્ટ્રીઅલ ઝોન એસોસિએશનના પ્રમુખ હસુભાઇ સોરઠીયા,  ઉપપ્રમુખ દિનેશભાઈ ચાપાણી, ઉપપ્રમુખ દિપકભાઇ ગાજીપરા, મંત્રી ધર્મેશભાઇ વાડોદરીયા, સહમંત્રી ડાર્વિનભાઈ સંતોકી, ખજાનચી ઘનશ્યામભાઈ કોરાટ તથા ઉદ્યોગપતિ ધીરૂભાઈ સુવાગીયા, ચિનુભાઈ હપાણી, કમલનયન સોજીત્રા, કારોબારી સભ્ય યોગરાજસિંહ જાડેજા, જીતુભાઈ ફાચરા, મનસુખભાઈ વાડોદરીયા, પારસભાઈ, કાંતિભાઈ દોંગા વગેરે  હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.