કેશોદ એરપોર્ટ રોડ પર દુકાનોમાં ટેન્કર  ઘુસ્યું : સદનસીબે મોટી જાનહાની ટળી

71

ટેન્કર નીચે બે  ટુ વ્હીલ અને એક સાઈકલનો ભુક્કો

કેશોદના એરપોર્ટ રોડ ઉપર ગત રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં એક ટેન્કર ધોબી તથા વાળંદની દુકાન માં ઘુસી જતા અફડા તફડી મચી જવા પામી હતી, જોકે આ સર્જાયેલા અકસ્માતમાં કોઇ મોટી જાનહાની થવા પામી ન હોવાના સમાચારો મળી રહ્યા છે.

કેશોદમાં એરપોર્ટ રોડ ઉપર મંગળવારની રાત્રિના સમયે ધસમસતા આવતું એક ટેન્કર રોડ સાઈડની બે દુકાનોમાં ઘુસી ગયું હતું. જેને લઇને દૂકાનોની દીવાલો ધરાશય થઇ જવા પામી હતી તથા રોડની સાઈડમાં રાખવામાં આવેલ એક સાઈકલ તથા પાર્ક કરેલ બે મોટરસાયકલ ટેન્કર નીચે ભુક્કો થઇ જવા પામ્યા હતા.

આ બનાવની કેશોદમાં વાયુવેગે લોકોને જાણ થતાં લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા અને પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જોકે અકસ્માત સર્જયા બાદ ટેન્કર ચાલક ભીડનો લાભ લઇને રફુચક્કર થઇ જવા પામ્યો હતો.

Loading...