Abtak Media Google News

રાજકોટ મહાનગર પાલિકાના રૂ.૬૮.૮૮ કરોડના પાંચ પ્રોજેકટનું સીએમના હસ્તે મંગળવારે ઇ. લોકાપણ ઇ.ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સોમવારના સવારે ૧૦.૩૦  કલાકે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છત્તર મિતાણા ગામે બનેલ જી.આઇ.ડી.સી.(ગુજરાત ઇન્ડ્રસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન)ના ૧૨૭ પ્લોટની લાભાર્થીઓને ફાળવણી ડ્રો દ્વારા મોરબી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કરાશે.ટંકારા તાલુકાના છત્તર મિતાણા ગામે બે વર્ષ પહેલા નવનિર્માણ પામેલ જીઆઇડીસી ૨૪.૬૮ હેકટર વિસ્તાર ધરાવે છે. જેમાં ૧૫૭ પ્લોટ પૈકી એમ.એસ.એમ.ઇ.ના ૧૨૭ પ્લોટની ફાળવણી ડ્રો દ્વારા કરાશે. આ પ્લોટ માટે ૧૧૪૩ અરજીઓ આવેલ છે. આ જીઆઇડીસીના કારણે ટંકારા તાલુકામાં ઉદ્યોગો વિકસશે. જેથી સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થશે. મોરબી જિલ્લાનો વધુ આર્થિક વિકાસ થશે. આ જીઆઇડીસી માટે એમ.એસ.એમ.ઇ(સુક્ષ્મ, મધ્યમ, લઘુ ઉધોગો) – રાજય સરકાર દ્વારા અનુદાન આપવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરાશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર જે.બી.પટેલ, અધિક નિવાસી કલેકટર કેતન જોષી, જીઆઇડીસીના રિજિયોનલ મેનેજર દર્શન ઠાકર, ઉદ્યોગકારો, લાભાર્થીઓ તથા સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આગામી મંગળવારના રોજ રાજકોટ મહાનગર પાલિકાના રૂ.૧૮.૯૫ કરોડના ત્રણ પ્રોજેકટનું લોકાર્પણ તથા રૂ.૪૯,૯૩ કરોડના બે પ્રોજેકટનું ખાતમૂહુર્ત કરવામાં આવશે. મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડગકમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ તથા મ્યુ. કમિશ્ર્નર ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.