Abtak Media Google News

ભરાડ વિશ્ર્વ વિદ્યાપીઠ અને ઈસરોના સંયુકત ઉપક્રમે આયોજન : ચાર સાયન્ટીસ્ટોના હસ્તે પ્રદર્શનને ખૂલ્લુ મુકાશે ચંદ્રયાન, મંગળયાન, ગગનયાન, સેટેલાઈટ વિશે જ્ઞાન સભર માહિતી મોડેલો દ્વારા અપાશે: અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

ડો.વિક્રમ સારાભાઈના જન્મ શતાબ્દી વર્ષનાં ઉપલક્ષ્યમાં ભારત સરકાર તથા ઈસરો દ્વારા એક ખાસ પ્રદર્શન તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રદર્શનનું આયોજન ભરાડ વિશ્ર્વ વિદ્યાપીઠ, કસ્તુરબા ધામ ત્રંબા ખાતે તા.૨ અને ૩ ફેબ્રુ.ના બે દિવસ સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી કરવામાં આવેલ છે. આ પ્રદર્શન જોવાની તક ચૂકશો નહિ એમ સંસ્થાના વ્યવસ્થાપકો તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શનનું ઉદઘાટન જાણીતા સાયન્ટીસ્ટો સતિષ રાવ, કંદર્પ પંડયા, હેતલ પંડયા અને અંકિતા પટેલના હસ્તે કરવામાં આવશે.આ પ્રદર્શનના અવકાશ સંબંધી સંશોધનો ભારતમાં કઈ રીતે થઈ રહ્યા છે. અને આપણી યુવા પેઢીને આ ક્ષેત્રમાં સંશોધનો કરવાની કેટલી તકો રહેલી છે. તેવી માહિતીઓ ચંદ્રયાન, મંગળયાન, ગગનયાન, સેટેલાઈટ વિશે જ્ઞાન સભર માહિતીઓ મોડેલો દ્વારા આપવામાં આવે છે. અવકાશયાનો કેવી રીતે લોન્ચ કરવામાં આવે છે તે સંબંધી ભારતે વિશ્ર્વસ્તરે ખગોળવિજ્ઞાન તેમજ સ્પેસ ટેકનોલોજીમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેની માહિતી સામાન્ય માણસો પણ સમજી શકે તેવા મોડેલ્સો દ્વારા બતાવવામાં આવશે. આ પ્રદર્શન દરમ્યાન ગિજુભાઈ ભરાડના લખેલા બે પુસ્તકો ખગોળવિજ્ઞાન તથા સ્પેસ ટેકનોલોજી ગુજરાતી ભાષામાં સરળ રીતે તૈયાર થયેલા બંને પુસ્તકો પણ શાળા કોલેજની લાયબ્રેરી માટે ૬૦ ટકાના વળતરથી આપવામાં આવશે. આ પ્રકારનાં પ્રદર્શનો આપણા સંતાનો, બાળકોને પણ બતાવવાથી ભવિષ્યમાં તેઓ અવકાશ સંશોધનોમાં ઉંચા આસને પહોચી શકે. કોલેજ તથા યુનિ.ના વિદ્યાર્થીઓ માટે પણ જ્ઞાનની વિશાળતા માટે આવશ્યક છે.પ્રદર્શન જોવા કોઈ શાળા કોલેજ કે અન્ય ગ્રુપમાં આવવા ઈચ્છતા હોય તેઓએ ૯૦૯૯૦૯૬૪૧૫/ પર સંપર્ક કરવો પ્રદર્શનને વધુમાં વધુ લોકો નિહાળે તે માટે આગેવાનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

પ્રિયાંકભાઈ ભરાડ, પ્રજ્ઞેશભાઈ ઠાકર, જયેશભાઈ માખણસા, નિરવભાઈ રાણપરા, ધર્મેશભાઈ ભટ્ટ અને પ્રશાંતભાઈ પંડયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.