Abtak Media Google News

કોઠારીયા ગામે સરકારી ખરાબા ઉપર ખડકાયેલ ત્રણ મકાનોનું દબાણ તાલુકા મામલતદારની ટિમ દ્વારા હટાવવામાં આવ્યું હતું. આ દબાણ હટાવીને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી હતી.

કોઠારીયા ગામે આવેલ સર્વે નંબર ૩૫૨ના સરકારી ખરાબામાં ગેરકાયદેસર રીતે ત્રણ મકાનો ખડકી દેવામાં આવ્યા હોવાનું ધ્યાને આવતા તાલુકા મામલતદાર કથીરિયા અને તેમની ટિમ દ્વારા આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સ્થળે ડીમોલેશન હાથ ધરી બુલડોઝરની મદદથી ત્રણેય મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.