Abtak Media Google News

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર વાત કરી છે. આ વિશેની માહિતી વ્હાઈટ હાઉસ દ્વારા આપવામાં આવી છે. બંને નેતાઓએ રાજકીય સ્થિતિ સહિત અફઘાનિસ્તાન અને ઈન્ડો- પેસિફિક રીજનમાં સિક્યુરિટી વિશે ચર્ચા કરી હતી.

– બંને નેતાઓએ માલદીવમાં ચાલી રહેલા રાજકીય સંકટ મુદ્દે વાત કરી હતી. બંને નેતાઓનું માનવું છે કે, માલદીવમાં કાયદાનું શાસન અને લોકતાંત્રિક વ્યવસ્થા લાગુ થવી જોઈએ.
– વ્હાઈટ હાઉસે એવુ પણ કહ્યું છે કે, બંને નેતાઓએ સાથે મળીને ઈન્ડો-પેસિફિક રિજનમાં સિક્યુરિટી અને સહયોગ વધારવા વિશે ચર્ચા કરી છે.
– નોંધનીય છે કે, 1 ફેબ્રુઆરીએ માલદીવની સુપ્રીમ કોર્ટેના ચીફ જસ્ટિસ અબ્દુલા સઈદ અને અન્ય એક જજ અલી હમીદને અરેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો

– વ્હાઈટ હાઉસે કહ્યું કે, ટ્રમ્પે મોદી સાથે સાઉથ એશિયામાં તેમની રણનીતિ વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે અફઘાનિસ્તાનમાં સિક્યુરિટી અને સ્ટેબિલિટી જાળવી રાખવાની વાત ઉપર પણ ભાર આપ્યો હતો.
– બંને નેતાઓએ મ્યાનમાર અને રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે પણ ચર્ચા કરી હતી. નોંધનીય છે કે, 6 લાખ 80 હજાર રોહિંગ્યા મુસ્લિમ બાંગ્લાદેશમાં આવી ગયા છે. તેના કારણે ત્યાં ઈકોનોમી ઉપર ખરાબ અસર થઈ છે. તાજેતરમાં જ બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચે રોહિંગ્યા રેફ્યૂજીઓ માટે એક રોડ મેપ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.