Abtak Media Google News

વાંકાનેર પંથકમાં મનરેગામાં કૌભાંડ: તત્કાલીન ટીડીઓ, કણકોટના સરપંચ સહિત પાંચ સામે ગુનો

ખોટા જોબ કાર્ડ બનાવી સરકારને રૂ. ૨.૭૯ લાખના ચુનો ચોપડયો

વાંકાનેર તાલુકાના કણકોટ અને ખારચીયા ગામે નરેગાના કામ હેઠળ તળાવ ઉંડા કરવામાં ખોટા જોબકાર્ડ બનાવી રૂ. ૨.૭૯ લાખનો સરકારને ચુનો ચોપડવામાં સરપંચ અને અધિક મદદનીશ ઇજનેર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી વિમલ કે ગઢવીએ અધિક મદદનીશ ઇજનેર એમ.આર. શેરસીયા, ટેકનીકલ આસિસ્ટન્ટ પી.એન. ચૌહાણ, કણકોટના સરપંચ વી.બી.ઝાલા અને શ્રમિક હુશેન બાદી સહિત ચાર શખ્સો સામે રૂ. ૨.૮૦ લાખની ઠગાઇ કરી બોગસ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કર્યાની પોલીસમાંથી ફરીયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં વાંકાનેર તાલુકાના છત્રસિંહ જેઠુભા ઝાલાએ તા. ૧૯-૩-૧૦ ના રોજ તત્કાલીન સંસદસભ્ય વિજયભાઇ રૂપાણી અને તકેદારી આયોગને વોટર શેડ અને નરેગા યોજના હેઠળ ચેક ડેમોમાં તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી અને કણકોટ ગ્રામ પંચાયતના હોદેદારોએ કામ કર્યા વગર અને ખોટા મસ્ટરો બનાવી રૂપિયા ઉપાડી ભષ્ટાચાર આચર્યાનું જણાવી અને ભષ્ટાચારી સામે પગલા લેવા માંગ કરી.

જે અરજીની તપાસ મોરબી તાલુકા  વિકાસ અધિકારીઆ તા. ૭-૭-૧૦ ના રોજ તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપ્યો હતો.

કણકોટનું તળાવ માટે રૂ. ૪.૯૫ લાખ મંજુર કરવામાં આવેલા જે પૈકી રૂ. ૧.૯૨ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં શ્રમિકોના ખોટા નામ મસ્ટરો તેમજ મેટ મુકાદમ બદલે અન્ય પાસેથી કામગીરી કરવામાં આવેલી હતી.

જયાં ખારચીયા ગામ રૂ. ૧.૯૬ લાખ મંંજુર કરવામાં આવેલા જેમાં રૂ. ૮૭ હજારનો ખર્ચ દેખાડેલો હતો. શ્રમિકોના ખોટા નામ મસ્ટરોમાં લખી મેટ મુકાદમ ને બદલે અને મુકાદમ પાસેથી કામગીરી સહીતની ગેરરીતી આચર્યાનું ખુલાયું છે.

પોલીસ તત્કાલીક ટીડીઓ, કણકોટના સરપંચ સહિત ચાર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.