Abtak Media Google News

ઓહોહો … શું નામ રાખ્યા.. ચંપા’!

એક જ નામની બે મહિલાઓમાંથી એકે નોકરી માટે ખોટા પ્રમાણપત્રો રજુ કર્યા હોવાનો અન્યનો દાવો

ગુજરાતી ફિલ્મોના ‘વિદુષક’ એવા રમેશ મહેતાનો એક ખુબ પ્રચલિત ડાયલોગ છે ઓ હો હો હો… શું નામ રાખ્યા ગોરી… પરંતુ આવું જ કંઈ ગુજરાત સરકાર સાથે થયું છે. એમ્પ્લોયમેન્ટ એકસચેન્જ દ્વારા કોલ લેટરને આધારે એક જ નામ એક જ અટકની બે ‘ચંપા’ઓ વચ્ચે છેલ્લા ૩૦ વર્ષથી નોકરીને લઈ ગુંચવાડો ચાલી રહ્યો છે. જેમાં ભળતા નામને કારણે સરકાર પર કોની નિમણુક કરાઈ છે તે અંગે ગુંચવાયેલી છે. મહત્વનું છે કે ગુજરાતમાં ‘ચંપા’ મણીબેન જેવા નામ ખુબ જ કોમન છે અને તેના કારણે આ મોટો ગોટાળો થયો હોવાનું મનાઈ રહ્યું છે.

સમગ્ર ઘટના એવી છે કે ૧૯૮૬માં અમદાવાદની હીરાલાલની ચાલીમાં રહેતી ચંપા એસ રાણાને અમદાવાદમાં જ સરકારી ફોટો રજિસ્ટરીમાં પ્યુનની નોકરીનો કોલ લેટર આવ્યો હતો અને આ કોલ લેટર એમ્પલોયમેન્ટ એકસચેન્જ દ્વારા મોકલાયો હતો.

તો બીજી તરફ આજ નામની એક અન્ય મહિલા (ચંપા એસ રાણા-૨) પણ ત્યાં જ રહેતા હતા અને તે કોલ લેટર તેણે સ્વિકારી લીધો અને જરૂરી દસ્તાવેજો સાથે તે નોકરીમાં જોડવા તૈયાર થઈ ગયા. જોકે જયારે ચંપા એસ રાણા-૧ને ખબર પડી કે તેનો કોલ લેટર ચોરીને અન્ય ચંપા સરકારી નોકરી મેળવી લીધી છે ત્યારે સમગ્ર હકકિત સામે આવી અને તેણે સરકારી ઓફિસને જાણ કરી કે તેની જ પડોશણ ‘ચંપા’ દ્વારા ગેરરીતિથી નોકરી મેળવી લેવાઈ છે.

જોકે ડિપાર્ટમેન્ટે ચંપા-૧ને તપાસ બાદ બળતરફ કરી પરંતુ તેણે હાર ન માન અને ૧૯૮૯માં ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો અને તે સરકારી નોકરી તેની જ છે તેવો દાવો કર્યો. ગુજરાત હાઈકોર્ટે ચંપા-૧ની દલીલ અને દસ્તાવેજને ધ્યાનમાં રાખી તેની નોકરી પરત અપાવી.

જોકે ચંપા-૧ને નોકરીમાં પરત લીધાના ૧૩ વર્ષ બાદ ૨૦૦૨માં માધવપુર પોલીસ સ્ટેશનમાં તેના વિરુઘ્ધ એક ફરિયાદ નોંધાવવામાં આવી કે તેણે ખોટા પ્રમાણપત્રો રજુ કરી સરકારી નોકરી મેળવી છે. મહત્વનું છે કે ચંપા-૧નો ૧૯૫૪માં જન્મ થયો છે અને ચંપા-૨નો ૧૯૬૨માં જન્મ થયો છે અને સરકારે ચંપા-૧ને ૧૯૮૯માં નોકરી પર રાખ્યા હતા જયારે એફઆઈઆર ૧૩ વર્ષ બાદ નોંધાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મેટ્રોપોલીટન કોર્ટે ટ્રાયલ શરૂ કરી ચંપા-૧એ સફળતાપૂર્વક ઈન્ટરવ્યુ પાસ કર્યા હતા અને તમામ સ્તરે માન્ય દસ્તાવેજો પુરા પાડયા હોવાથી કોર્ટે નિષ્કર્મ આપ્યો હતો કે તેણે કોઈ ખોટી ઓળખ કે દસ્તાવેજ રજુ કર્યા નથી. જોકે ૩૦ ઓકટોબરે ચંપા-૧ને બરતરફ કર્યા હતા.

કોર્ટે જોયું છે કે જે અધિકારીઓના ઉમેદવારની મુલાકાત લીધી હતી તેઓએ દસ્તાવેજોની કાળજીપૂર્વક ચકાસણી કરવી જોઈએ. કારણકે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વય અલગ અલગ છે. ભળતા નામ સરનામાવાળી આ રસપ્રદ કેસે હાલ સૌનું ધ્યાન દોર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.