Abtak Media Google News

યુનિ કેમ લેબોરેટરીને રૂપિયા ૩૬૦૦ કરોડમાં ખરીદી: ૧૨૦ બ્રાંડ હસ્તગત કરી

યુનિકેમને હસ્તગત કરી ટોરેન્ટ દેશની ટોપ ફાઇવ ફાર્મા કંપનીઓની યાદીમાં સામેલ થઇગઇ છે. જી હા ટોરેન્ટે યુનિકેમ સાથે સોદો કરી રૂપિયા ૩૬૦૦ કરોડમાં ખરીદી લીધી છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે અત્યારે ૧૩માં ક્રમે રહેલી કંપની ટોરેન્ટ યુનિકેમને ખરીદ્યા પછી દેશની ટોપ-પ ફાર્મા કંપનીઓમાં સામેલ થઇ જશે. આમ કહી શકાય કે ટોરેન્ટ હનુમાન કૂદકો લગાવ્યો છે.

યુનિકેમને ખરીદ્યા પછી ટોરેન્ટની કુલ બ્રાંડમાં વધારો થઇ જશે. તેણે યુનિકેમની ૧૨૦ બ્રાંડને હસ્તગન કરી લીધી છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે યુનિકેમ અને ટોરેન્ટ બંને ફાર્મા કંપનીઓ જેનેરિક મેડીસિન પ્રોડકટ બનાવે છે.

યુનિકેમને પોતાની ૧૨૦ બ્રાંડ ટોરેન્ટને વેંચવા પાછળનું કારણ એ છે કે તેને ભંડોળની જરુર છે. અને તેનો ઉપયોગ ઇન્ટરનેશનલ બિઝનેશ  વધારવા પાછળ કરવા માગે છે. ટોરેન્ટ ફાર્માએ યુનિકેમ લેબોરેટરીને ડોમેસ્ટિક બિઝનેશ ૩૬૦૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. હવે આ ‚પિયા ૩૬૦૦ કરોડનું યુનિકેમ પોતાના વિદેશ વેપારના વિકાસ પાછળરોકાણ કરશે આ ડીલ થકી યુનિકેમે પોતાની ટોચની બ્રાંડો જેવી કે લોસાર, યુનિ એન્જાઇમ, એમ્પોક્ષીન તેબસાર, વીઝલેક વિગેરે ટોરેન્ટને આપી દીધી છે. અહીં નોધવું ઘટે કે ટોરેન્ટ ગ્રુપના માલિક સુધીર મહેતા અને સમરી મહેતા ૧૮૦૦૦ કરોડનુ વેપાર સામ્રાજય ધરાવે છે. તેમણે યુનિકેમ લેબોરેટરી સાથે આ રૂપિયા ૩૬૦૦૦ કરોડનો સોદો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.