Abtak Media Google News

સમય અનુસાર દરેક વ્યક્તિમાં અનેક ફેરફાર થતાં હોય છે. ત્યારે તે અનેક સરળ ટિપ્સ અને નુસખા અપનાવતા હોય છે. તો પણ અમુક સમયે તેના વાળ ખરે છે અને ધીમે-ધીમે ત્વચાની પણ થોડી ઓછી ચમક થતી હોય તેવું લાગે છે. દરેક બહાર મળતી અનેક વસ્તુ અપનાવી લે છે તો પણ જ્યારે આ બાબતનું સમાધાન નથી આવતું. તો તે હાર માની સ્વીકારી લે છે. ત્યારે એવું  ઘણી વાર થતું હોય કે બીજા તરફથી અનેક અભિપ્રાય મળ્યા પછી તે થકી તે સ્વીકારી લે છે કે આ બાબતમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી, પણ ક્યારેક અમુક ખૂબ નાની ટિપ્સ તેના વાળ તેમજ ચામડી માટે ઉપયોગી બને છે.

સૌ પ્રથમ આપણે માથામાં અનેક પ્રકારના તેલ નાખતાં હોય છે ત્યારે નાળિયારનું તેલ તે ખૂબ સારું અને આવી અનેક બાબત જેમાં ખરતાં વાળ અને ત્વચા માટે ખૂબ જ ઉપયોગી બને છે. આ તેલ તે એંટિ-બેક્ટેરિયલ અને એંટિ-ફંગલ માટે ખૂબ સારી ગણાય છે.

દરેક પોતાના ઘરમાં રસોઈમાં ખટાશ માટે લીંબુનો ઉપયોગ કરતાં હોય છે ત્યારે આ લીંબુ તે ખૂબ જ ગુણકારી ગણાય છે વાળ તેમજ ચામડી માટે. ત્યારે દરરોજ એક ચમચી નાળિયારનું તેલ અને એક ચમચી લીંબુનો રસ રાતે એક વટકામાં ભેળવી અને તેને બીજે દિવસે સવારે ચહેરા પર લગાવો અને તેનાથી  તમારી ચામડી ફરી થશે ચમકતી.

ત્રીજી વસ્તુ ઓલિવ ઓઇલ આ તે બંને વાળ અને ચામડી બંને માટે એંટિ એજિંગ તરીકે પણ ખૂબ સારી છે. ત્યારે તેને તમારા મોઢા પર લાગવાથી તમારી ચામડી ફરી પહેલાં જેવી ચમકી જશે.

ત્યારબાદ દહી તે પણ ખૂબ ગુણકારી ગણાય છે. ત્યારે તમારા મુખ પર ૨ ચમચી દહી અને તેમાં ૧ ચમચી ઓલિવ ઓઇલ તેને ભેળવી અને તેને થોડી વાર રાખી અને ત્યારબાદ ફેસ પર માસ્ક તરીકે ૧૫-૨૦ મિનિટ માટે લગાવો આથી તમારા ચહેરાને ફરી તેજ ચમક પાછી આવી શકે છે. એલોવેરા પણ ખૂબ સારું માનવમાં આવે છે ત્યારે એલોવેરા તે અનેક રીતે ખૂબ સારું અને ત્વચા માટે તો ખૂબ ગુણકારી ગણાય છે. ત્યારે એલોવેરા તે વધતાં ખીલ તથા સનબર્ન જેવી અનેક સમસ્યાઓ માટે ખૂબ સારું કહેવાય છે. તે ચામડીને ઠંડક તેમજ એક  પ્રકૃતિક ઔષધિ સમના છે. તો અવશ્ય એલોવેરાને મુખ  પર લાગવાથી ચામડી માટે ખૂબ ઉપયોગી બની રહે છે.

તો આવી અમુક પ્રકૃતિક અને કુદરતી ઉપચારો અપનાવથી તમારા વાળ અને ચામડી માટે કોઈ પણ ઉમરે ખૂબ જ ફાયદાકારક છે અને તમારી ત્વચા માટે ખૂબ જ ખાસ  ઉપચાર થઈ શકે છે. તો આજેજ અપનાવો આ સરળ ઘરેલું ટિપ્સ જે કરશે વાળ અને ત્વચા સારી રીતે કોઈપણ ઉમરે દેખ-રેખ.

7537D2F3 15

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.