Abtak Media Google News

અપહરણના આરોપી પાસેથી જપ્ત થયેલા રૂપિયા પોલીસ બેંકમાં જમા કરાવવાનું ચૂકી ગઈ

મહેસાણાના અપહરણના આરોપી કલ્પેશ પટેલને પોલીસે ઝડપયા બાદ તેની પાસેથી બાઈક અને અઢી લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ આરોપીને નોટબંધીના સમય દરમિયાન ઝડપવામાં આવ્યો હતો જેમાં જપ્ત કરેલા રૂપિયા પોલીસ અને કોર્ટ આ રકમને બેન્કમાં ડિપોઝીટ કરતા ભુલી જ ગયા હતા. જેના પરિણામે હવે આરોપીએ જૂની રકમ પોલીસે બદલી ન આપતા હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.કલ્પેશ પટેલ મુળ મહેસાણાનો રહેવાસી છે અને અપહરણના કેસમાં જેલમાં ધકેલાયો હતો. જો કે, જામીન મળ્યા બાદ તેણે કોર્ટને અરજી કરીને અઢી લાખ રૂપિયા પરત મેળવવા અરજી કરી હતી. પરંતુ પોલીસ દ્વારા આ રકમ બેંકમાં જમા કરાવવામાં આવી ન હોવાથી હવે તે માત્ર રદ્દી બની ગયા છે.

હવે કોર્ટે પોલીસને જપ્ત કરેલી રકમ આરોપીને પરત આપવા માટે આદેશ કર્યો છે પરંતુ જૂની નોટો બદલવાનો સમય પૂરો થઈ ગયો છે. જેના પરિણામે પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ છે. આ અરજીની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ એ.જે.દેસાઈએ અરજદારને આરબીઆઈમાં જવા માટે કહ્યું હતું અને આ બાબતે નોટિસ પણ જાહેર કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.