Abtak Media Google News

૧૭૬ દેશોનાં એરપોર્ટના ૧૯૫૩ સભ્યોનું પ્રતિનિધિત્વ કરનાર એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ એસીઆઈ દ્વારા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સર્વીસ કવોલીટીનો એવોર્ડ એનાયત

આધુનિક યુગમાં ટેકનોલોજીનાં સહારે વિવિધ આધુનિક સેવાઓ વિકસી છે. જેનું જીવંત ઉદાહરણ મુંબઈનું એરપોર્ટ ગણી શકાય જી.હા, સેવાઓ આપવામાં મુંબઈનાં આ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને વિશ્વમાં પ્રથમ સ્થાન મળ્યું છે. જે ભારત માટે ગૌરવની વાત કહી શકાય.

એરપોર્ટની સેવાઓમાં વિશ્ર્વના સૌથી સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકે મુંબઈની ગણના થઈ છે. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને એરપોર્ટ સર્વીસ કવોલીટી એવોર્ડ ૨૦૧૭ આપવામા આવ્યો છે. આ એવોર્ડ એરપોર્ટસ કાઉન્સીલ ઈન્ટરનેશનલ (એસીઆઈ) દ્વારા અપાયો છે. કે જે ૧૭૬ દેશોનાં એરપોર્ટના ૧૯૫૩ સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે.

સર્વીસ પેરામીટર્સ એરપોર્ટ અસેસ, ચેક-ઈન, સીકયુરીટી સફનીંગ, રેસ્ટરૂમ, સ્ટોર એન્ડ રેસ્ટોરન્ટ વગેરે જેવા પરિબળો પર ૧૭૬ દેશોનાં એરપોર્ટ વચ્ચે સર્વે કરાયો હતો. જેમાંથી આ તમામ સેવા આપવામાં મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ અવલ્લ નંબરે આવ્યું છે.

જણાવી દઈએ કે, વર્ષ ૨૦૦૭માં મુંબઈ એરપોર્ટનો એએસકયું પાંચમાંથી ૩.૫૩ હતો જે દસ વર્ષનાં સમયગાળામાં વધીને ૪.૯૯ સુધી પહોચી ગયો છે.તેમ મુંબઈ એરપોર્ટ મેનેજમેન્ટ અને જીવીકે ગ્રુપના સંશોધક, ચેરમેન જીવીકે રેડ્ડીએ જણાવ્યું હતુ જણાવી દઈએ કે, મુંબઈનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) જોઈન્ટ વેન્ચર હેઠળ કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.