Abtak Media Google News

રાજયની તમામ શાળાઓમાં ધો.૧ થીક ગુજરાતી વિષયને ફરજીયાત બનાવવાની જાહેર કરનાર સરકારે દિવાળી સુધી નિર્ણય ટાળ્યો

આગામી શૈક્ષણિક સત્રથી રાજયની તમામ શાળાઓમાં ધો.૧ થી ગુજરાતી વિષયને ફરજીયાત બનાવવાની જાહેરાત કરનાર રાજયનાં શિક્ષણ વિભાગે કોઈપણ કારણોસર આ મુદે પારોઠના પગલા ભરી દિવાળી સુધી આ નિર્ણયને પાછો ઠેલી પારોઠનાં પગલા ભરતા આશ્ર્ચર્ય સર્જાયું છે.

રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા માર્ચ મહિનામાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે આગામી શૈક્ષણિક સત્રથી રાજયની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવી પડશે જેને પગલે સીબીએસઈ, આઈસીએસઈ અને આઈજીસીએસઈ સાથે સંલગ્ન અંગ્રેજી માધ્યમની અને અન્ય શાળાઓમાં ગુજરાતી વિષયને ફરજીયાત બનાવાયો હતો.

દરમિયાન રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અંગ્રેજી તથા અન્ય માધ્યમોની શાળાઓમાં ગુજરાતી વિષય ફરજીયાત ભણાવવા અંગે આશ્ર્ચર્યજનક રીતે જણાવ્યું હતુ કે હાલ તૂર્તક શિક્ષણ વિભાગે આગામી જૂનથી શરૂ થતા નવા શૈક્ષણીક સત્રથી ગુજરાતી વિષયને ફરજીયાત બનાવવાને બદલે દિવાળી સુધી આ નિર્ણયને મુલત્વી રાખવામાં આવ્યો છે. જેથી કરીને જે શાળામાં ગુજરાતી શિક્ષકો ન હોય તે શાળામાં ગુજરાતી શિક્ષકોની ભરતી કરી લે.

બીજી તરફ અંગ્રેજી માધ્યમની સીબીએસઈ અને અન્ય બોર્ડ સાથે જોડાયેલી શાળાઓએ સરકારનાં આ નિર્ણયની પહેલાથી જ ટીકા કરી વિદ્યાર્થીઓને હાલમાં હિન્દીને અંગ્રેજી બંને ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું હોય ગુજરાતી ભાષા ફરજીયાત બનાવાતા વિદ્યાર્થીઓ પર ભારણ વધે તેમ હોવાનું જણાવ્યું હતુ તો કેટલીક શાળાઓએ સરકારનાં આ નિર્ણયને વધાવી સ્થાનિક ભાષાને શિક્ષણમા ફરજીયાત બનાવવાનો નિર્ણય આવકાર્યો હતો.

આ સંજોગોમાં ગુજરાત સરકારે ગુજરાતી વિષયને ફરજીયાત બનાવવાનાં નિર્ણયમાં પારોઠનાં પગલા ભરતા શિક્ષણ વિદો આશ્ર્ચર્યમાં ગરકાવ થયા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.