Abtak Media Google News

ગીર સોમનાથ પત્રકાર સંઘની માંગ

પત્રકાર સંઘે કલેકટર મારફત મુખ્યમંત્રીને પાઠવ્યું આવેદન

અમદાવાદ ન્યુઝ પોર્ટલના પત્રકાર સામે રાજદ્રોહનો ગુન્હો નોંધાતા ગીર સોમનાથ જિલ્લા પત્રકાર સંઘે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યુ છે આવદેનમાં જણાવ્યા મુજબ અમદાવાદના એક સામાનય ન્યુઝ પોર્ટલનાંપત્રકાર ધવલ પટેલને કોઇપણ જાતના વાંક-ગુના વિના રાજદ્રોહ નો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ પત્રકાર નો વાંક માત્ર એટલો જ હતો કે તેમને તેમના સમાચાર માધ્યમમાં વિજયભાઇ રૂપાણીના સત્તા પરિવર્તન બાબતે કેટલાક સમાચાર પ્રસિધ્ધ કર્યા હતા સરકારનો આવું કૃત્ય મીડિયાકર્મીઓએ ડરાવવા અને ધમકાવવા અને સકરારની વિરૂધ્ધમાં કાાંઇ ભવિષ્યમાં પણ ન લખે તેવા બદઇરાદાથી સરકાર દ્વારા આ કૃત્ય કરવામાં આવેલ હોવાનું જણાવ્યુ છે. ઉપરાંત રાજદ્રોહનો ગુનો ખૂબ જ ગંભીર છે. અને નિર્દોષ મડિયા કર્મીઓની વિરૂધ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ કરી અને તેમના વાણી સ્વતંત્રતાના બંધારણીય અધિકારો ઉપર તરાપ મારે છે તેવા સંજોગોમાં તાત્કાલિક સરકાર દ્વારા આ ફરિયાદમાં સમરી ફાઇલ કરી અને ફરિયાદ દાખલ કરનાર સામે ખોટી ફરિયાદ દાખલ કરવાનો ગુનો દાખલ કરવા સરકાર આદેશ કરે તેવી તમામ પત્રકારોએ માંગ ઉઠાવી છે.

આવેદન આપતી વેળાએ જીલ્લા પ્રભારી દિપક કકકડ, જીલ્લા પ્રમુખ મિતેષ પરમાર, વેરાવળ શહેર પ્રમુખ અતુલ કોટેચા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.