તમારા વાહનોનું ખાસ ધ્યાન રાખો આ રીતે….!

vehicles
vehicles

આપણે જ્યારે પણ કોઇ નવું વાહન ખરીદીએ ત્યારે થોડો સમય તો નવી દુલ્હનની જેમ સાચવાઇ છીએ પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ-તેમ ટુ વ્હીલરની હાલત પણ ખરાબ થવા લાગે છે અને એવું થવા પાછળનું મુખ્ય કારણ બેજવાબદારી તેમજ અમુક પ્રકારની ભૂલો છે. જો તમે તમારા વાહન પ્રત્યે થોડુ ધ્યાન વાહન ખરાબ નહીં થાય અને નવા જેવું જ સ્મુધ રહેશે.

વાહન ખરીદવા સમયે જ એ બાબત જણાવવામાં આવે છે કે તેને ચોક્કસ સમયાંતરે સર્વિસ કરાવવું જરુરી છે. નવા વાહન સાથે અમુક સર્વિસ ફ્રીમાં પણ હોય છે. અને એટલે જ વાહનની સર્વિસનાં સમયે સજાગ રહી તેની સર્વિસ કરાવવી જરુરી છે.

વાહનના એન્જીનમાં નાંખવામાં આવતુ ઓઇલ પણ સમયાંતરે ચેક કરાવવું અને જરુર જણાય તો બદલી નાખવું કારણ કે એન્જીન ઓઇલના કારણે વાહનનાં માઇલેજ અને પર્ફોમન્સ પર પ્રભાવ પડે છે.

તમારા બાઇક-સ્કૂટરનાં એર ફિલ્ટરને હંમેશા સાફ રાખો અને જરુરત પડે તો તેને બદલવું એ યોગ્ય નિર્ણય છે. વાહનને ચાલુ કરવામાં સ્પાર્ક પ્લગનો ખૂબ મોટો ભાગ હોય છે. સ્પાર્ક પ્લગને ગાડીના દર ૨૦૦૦ KMના પ્રવાસ બાદ ચેક કરી સાફ કરવો જોઇએ. અને જો વધુ ખરાબ જણાય તો બદલી પણ શકાય છે.

ક્લચનો વાહનને ડ્રાઇવ કરવા સમયે બંને તેટલો ઓછો પ્રયોગ કરવો હિતાવહ છે. અને જો તે હાર્ડ જણાય તો તુરંત તેને રીપેર કરાવવો જોઇએ.

વાહનોના ટાયરનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ટાયર્સમાં હવાનું પ્રેસર સમયાંતરે ચેક કરાવવું જોઇએ. અને સાથે જ વ્હિલ બેલેન્સીંગ પણ કરાવવા જોઇએ.

આ ઉપરાંત વાહનને સમયસર સાફ કરવા જોઇએ અને વાહનને જ્યારે પાણીથી સાફ કરો ત્યારે તેને કોરા કપડાથી પણ સાફ કરો ત્યારે તેને કોરા કપડાથી પણ સાફ કરવા જોઇએ તેમજ તેને ચમકાવવા માટે પોલીશનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે વાહનોનું ધ્યાન રાખવાથી તમારા વાહનની આવર્દા પણ વધશે અને તેને ચલાવવામાં પણ કંઇ મુશ્કેલીઓ નહિં પડે.

Loading...