Abtak Media Google News

માં બનવુ એક મહિલા માટે ખુશીની વાત છે. સામાન્ય રીતે અમુક ઉંમર બાદ મહિલાઓ માં બની શકતી નથી. તેની પ્રજનન ક્ષમતા ઓછી થઇ જાય છે. પરંતુ ઇટાલીની ૧૦૧ વર્ષની એક મહિલાએ આ બાબતને ખોટી પુરવાર કરી છે. આ મહિલાએ ૧૦૧ વર્ષની ઉંમરે ૧૭માં બાળકનો જન્મ આપી વિશ્ર્વભરમાં વિજ્ઞાનને પડકાર ફેક્યો છે.

તાજેતરમાં આ મહિલાએ નવ પાઉન્ડના વજન પણ બાળકને જન્મ આપ્યો છે. આ ખબરથી ચીકીત્સક જગતમા તેની આલોચના પણ કરાઇ રહી છે. મુખ્ય વાત એ છે કે આ મહિલાની પરીપક્વ ઉંમર હોવા છતા શરીરમાં અંડાશયનું પ્રત્યરોપણ કરાયુ હતું. તુર્કીના આવેલ એક પ્રાઇવેટ હોસ્પિટલના તબીબ એલેકજેડ્રો પોપોલીકીએ મહિલાના અંડાશયને પ્રત્યારોપીત કર્યુ હતું. આ મહિલાના ઓપરેશન બાદ ઘણા વિવાદોએ જન્મ લીધો હતો.

જાણકારી માટે અંડાશયનું પ્રત્યારોપણ કરવા પર અમેરીકામાં પ્રતિબંધ છે.

૧૦૧ વર્ષીય અનાલોલીયા વ્હાર્ટાડેલા પોતાના ૧૭માં બાળકના જન્મને ભગવાનનો આશિર્વાદ માને છે. આ બાળકનું નામ ક્રાન્સીસ્કો રાખવામાં આવ્યું છે. તેને જણાવ્યું હતુ કે ૧૬ બાળકોને જન્મ આપ્યા બાદ તે ૪૮ વર્ષની ઉંમરે પોતાને ડિમ્બગ્રંથી કેંસરના કારણે બેકાર અને દિડંત માને છે. પરંતુ ફરીથી માં બનવાના લીધે તેને ખૂબ જ ગૌરવ અનુભવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.