Abtak Media Google News

એક માતા સો શિક્ષકો બરોબર છે, બાળકનાં સર્ંવાગી વિકાસમાં મા-બાપની ભૂમિકા વિશેષ છે

બાળપણનાં વર્ષોમાં લેવાતી સારસંભાળ અને શિક્ષણ બાળકનાં લાંબાગાળાના વિકાસ અને શિક્ષણમાં હકારાત્મક પરિણામો આપે છે. વૈશ્ર્વિક ફરક પર મગજનાં સંશોધનો પણ બાળપણનાં વર્ષોમાં થયેલ મગજમાં વિકાસની નોંધપાત્ર માહિતી પૂરી પાડે છે. બાળકનાં વિકાસમાં તેનાં પ્રારંભિક વર્ષોમાં મળતા અનુભવો મહત્વનો ભાગ ભજવે છે.

Knowledge Corner Logo

આજના યુગમાં પાંચ વર્ષ પૂર્ણ થાય ત્યારે  ધો.૧માં પ્રવેશ અપાય છે ત્યારે પાંચ વર્ષ સુધી તમારા બાળકમાં તમો ઘણુ રીપ્ન વિકસાવી શકો.આ ઉંમરે શીખવવાની સીસ્ટમમાં મા-બાપ સાથે તેનાં બાલમંદિરના ટીચરની ભૂમિકા વિશેષ છે.બાળ ઉછેર જીવનનો અતી મહત્વનો તબક્કો છે. તેમાં પિતા કરતાં માઁની ભૂમિકા વિશેષ છે.એટલેજ એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે. એમ કહેવાય છે.દરેક મા-બાપે બાળપણમાં સંતાનોની સાર સંભાળની ખૂબજ કાળજી લેવાની જ‚ર છે.૦ થી ૩ વર્ષ ઘરનું પર્યાવરણ બાળકને મળે છે.તો ૩ થી ૬ વર્ષ ઘર-સમાજ-શાળાનું પર્યાવરણ મળે છે. એક વાત નકકી છે કે બાળકએ આવતીકાલનો નાગરિક છે.શ્રેષ્ઠ નાગરિકનાં ઘડતરમાં ઘર-શાળા-સંચાલકો-શિક્ષકોનો ફાળો વિશેષ છે.બાળકને ભણાવવાનો નથી, ભણતો કરવાનો છે.બાળક જોઈને સૌથી વધુ શીખે છે.તેથી તેને પ્રત્યથી અનુભવ  આપવા મા-બાપનું વર્તન, વાણી, હાલ, ચાલ, ખોરાક, ટીવી, મોબાઈલની ટેવો જોઈને ઘણું બધુ કરવા તે પ્રેરાય છે.વર્ષ-૦ થી ૩ દરમ્યાન ઘરેલું વાતાવરણમાં વસ્તુની ઓળખ-પરિવારની સમજ સાથે તેનાં ઉંમર પ્રમાણેમાં વિવિધ માઈલ સ્ટોન જેમકે શબ્દો બોલવા, પોતાની મુશ્કેલી રજુ કરવી તેવી બાબતોનો સમાવેશ થાય છે.

હવે સૌથી મહત્વનો શીખવાનો તબક્કો ૩ થી ૬ વર્ષ આવે છે.જેમાં મા-બાપ, ભાઈ, બહેન, પાડોસ, પાડોશના તેની જેવડા બાળકો પાસેથી શીખે છે.આ પ્રકિયા વિકાસ માટે  સૌથી અગત્યની છે.આમા, મા-બાપની ભૂમિકા વિશેષ છે.અહિં બાળકનો શારિરિક વિકાસ-માનસિક વિકાસ થાય છે. સામાજીક અને ભાવનાત્મક વિકાસ પણ થાય છે.અહિં બાળકો સર્જનાત્મક કલા સાથે તેનો બૌધ્ધિક વિકાસ થાય છે.અહિ ૩ થી ૬માં ભાષા-વાતચિતનો તબક્કો શરૂ થાય છે.આ સમયે બાળ ઉછેરની સૌથી વિશેષ જવાબદારીમાં વહન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.