Abtak Media Google News

ઝાડા-ઊલટી જેવા પાણીજન્ય રોગોથી લઈને આંખ અને કાનના ઇન્ફેક્શનનું કારણ આ પૂલ હોઈ શકે છે. વેકેશનમાં જ્યારે બાળક પૂલમાં સ્વિમિંગ શીખે કે ફક્ત ધુબાકા મારી આનંદ લેતું હોય ત્યારે તેની હેલ્થ પર અસર ન થાય એ માટે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે

એક સમય હતો જ્યારે ગામની વહેતી નદીમાં બાળકો ધુબાકા લગાવતાં. શહેરોમાં આ નદીઓનું સ્થાન સ્વિમિંગ-પૂલે લીધું છે. ઉનાળો છે અને એમાં પણ વેકેશન. જો તમે કોઈ ક્લબના મેમ્બર હો કે ઘરની નજીક આવેલા સ્વિમિંગ-પૂલની મુલાકાત તમે લીધી હોય તો તમને ખ્યાલ હશે કે એપ્રિલ-મે અને જૂન, આ ત્રણ મહિના સ્વિમિંગ-પૂલ નાનાં ભૂલકાંઓથી ભરેલા જ જોવા મળશે. માંડ ચાલતાં શીખ્યાં હોય એવાં નાનાં ટબૂડિયાં સ્વિમિંગ-કૉસ્ચ્યુમ પહેરીને પૂલમાં ધુબકા લગાવતાં હોય અને કિલકારી કરતાં હોય એ જોવાનો આનંદ જ જુદો છે.

Banner635749893436689402 Banner5 Liveદરેક ઉંમરના બાળકને પાણી પ્રિય હોય છે. એમાં તેમને મજા જ આવ્યા કરે છે. પરંતુ સ્વિમિંગ-પૂલ સાથે અમુક પ્રકારનાં રિસ્ક પણ જોડાયેલાં છે, જે રિસ્કને સમજવાં જરૂરી છે. સેફ્ટી અને હાઇજીનનું ધ્યાન રાખવા છતાં કુમળાં બાળકોને હેલ્થ-પ્રૉબ્લેમ્સ આવી શકે છે.

પેરન્ટ્સની જવાબદારી 

1 49અમુક પ્રકારની સાવધાની અત્યંત જરૂરી છે.તમે જે જગ્યાએ બાળકને લઈ જાઓ છો ત્યાં કયા પ્રકારનું હાઇજીન છે, કેવી સિક્યૉરિટી છે એની બરાબર તપાસ કરો અને પછી જ બાળકને ત્યાં મોકલો. બાળક શરૂઆતમાં શીખતું હોય ત્યારે તેના નાકમાં અને મોઢામાં આ પાણી જાય જ છે. જો પાણી મલિન હશે તો બાળક માંદું પડવાનું જ છે. આ સિવાય જો પૂલમાં એકસાથે ખૂબ બધાં બાળકો હશે તો પણ રિસ્ક વધવાનું જ છે એટલે અતિ ભીડમાં તેને ન લઈ જાઓ. બીજી એક મહત્વની જવાબદારી એ છે કે તમારું બાળક જો થોડું પણ માંદું હોય તો તેને પૂલમાં ન જ લઈ જાઓ, કારણ કે એથી માંદગી તો વધશે જ પરંતુ એને કારણે બીજાં બાળકો પણ માંદાં પડશે.

બાળકની યોગ્યતા 

Children Swimming Pool.jpg.838X0 Q67 Crop Smart
સ્વિમિંગ-પૂલમાં આમ તો કોઈ પણ બાળક કોઈ પણ ઉંમરે જઈ શકે એવું લોકો માનતા હોય છે. ખાસ કરીને જો સોસાયટીમાં પૂલ હોય કે કોઈ પ્રાઇવેટ જગ્યાએ પૂલ હોય તો ખૂબ નાની ઉંમરથી બાળકો એમાં જતાં હોય છે. પરંતુ તમારા બાળકને ક્યારે પૂલમાં મોકલવું એ જરા સમજી લેવા જેવું છે. ‘સ્વિમિંગ શીખવાડવાની આદર્શ ઉંમર ૪-૫ વર્ષની ગણી શકાય. એ પહેલાં જો પેરન્ટ્સ પોતાની સાથે બાળકને ટ્યુબની મદદથી કે બીજા કોઈ સપોર્ટ સાથે ફક્ત ફ્લોટિંગ માટે કે મજા માટે પુલમાં લઈ જવા ઇચ્છતા હોય તો જઈ શકાય, પરંતુ આ બાબતે સાવધાની જરૂરી છે. ૪-૫ વર્ષે પણ જ્યારે બાળક સ્વિમિંગ શરૂ કરે ત્યારે પણ શરૂઆતમાં સતત તેની સાથે કોઈ હોય એ જરૂરી છે. આ સિવાય જો તમારું બાળક વારંવાર માંદુ પડતું હોય, તેની ઇમ્યુનિટી ડેવલપ ન થઈ હોય, તેને સતતશરદી-ઉધરસ રહેતાં હોય, તેને શ્વાસની કોઈ તકલીફ હોય કે બ્રૉન્કાઇટિસની ફરિયાદ અવારનવાર રહેતી હોય તો તેને સ્વિમિંગ ચાલુ કરાવતાં પહેલાં તેના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.’

ફાયદા 

Jan Bexley Bfsસ્વિમિંગ-પૂલ સાથે અમુક પ્રકારનાં રિસ્ક જોડાયેલાં છે એ વાત સાચી, પરંતુ એને લીધે બાળકોને આ ખુશીથી વંચિત રાખવાનું યોગ્ય ન ગણાય. બીજું એ કે નાનાં બાળકો કે આમ તો કોઈ પણ ઉંમરનાં બાળકો માટે સ્વિમિંગ બેસ્ટ એક્સરસાઇઝ છે. તેમના ગ્રોથ યર્સમાં શરીરને આ રીતે કસવામાં આવે તો સ્નાયુઓ મજબૂત બને છે અને હાથ-પગની સ્ટ્રેન્ગ્થ વધે છે. ઘણાં બાળકો, જે ક્યારેક જમવામાં નખરાં કરતાં હોય છે તેમને આ પ્રકારની એક્સરસાઇઝ ખૂબ ફળે છે. સ્વિમિંગ કર્યા પછી તે એવાં થાકે છે કે ફટાફટ જમી લે છે, વ્યવસ્થિત ટાઇમ પર સૂઈ જાય છે. ઓવરઍક્ટિવ બાળકો, જે વેકેશનમાં કંટાળે અને ઉધમ મચાવે એવાં બાળકો માટે સ્વિમિંગમાં તેમની એનર્જી‍ ઘણી ખર્ચાય છે અને એથી તેઓ થોડાં શાંત બને છે. આ સિવાય પાણી એક પંચમહાભૂતનું મહત્વનું તત્વ છે. એમાં રહેવાથી બાળકની આંતરિક શક્તિઓ ખીલે છે. આપણાં શહેરી બાળકોને વહેતી નદી નસીબમાં ન હોય તો કંઈ નહીં, પરંતુ સ્વિમિંગ-પૂલ એનો ખોટો વિકલ્પ પણ નથી. એ હકીકત છે કે સ્વિમિંગ-પૂલમાં અમુક પ્રકારનાં હેલ્થ-રિસ્ક જોડાયેલાં છે, પરંતુ એમ સમજીને ડરી જવાની જરૂર નથી. જરૂરી કાળજી લઈને બાળકને એમાં ચોક્કસ મોકલી શકાય છે.

શું થઈ શકે?

 1. આ સિવાય ઘણી વાર બાળકો પૂલમાં વધુ સમય રહે અને પૂલની બહાર પણ ખૂબ ભીનાં થઈને રહે તો તેમને સાઇનસની તકલીફ થઈ શકે છે. સતત શરદી-ખાંસી પણ રહે.

2. આ સિવાય સ્વિમિંગ-પૂલમાં પાણીને જંતુમુક્ત કરવા માટે વાપરવામાં આવતું ક્લોરીન બાળકની નાજુક ત્વચા પર પણ અસર કરી શકે છે. ચાંઠાં, ખંજવાળ, ઇન્ફેક્શન કે સનબર્ન જેવા ત્વચા સંબંધિત પ્રૉબ્લેમ્સ ઊભા થઈ શકે છે. આ માટે સારી સનસ્ક્રીન લગાવવી જરૂરી છે જે ફક્ત સૂર્યનાં કિરણોથી જ નહીં, બાળકને ક્લોરિનની અસરથી બચાવે છે.

3. બાળકને પાણીજન્ય રોગોનું રિસ્ક વધી શકે. આવા રોગો એટલે ઝાડા-ઊલટી કે ટાઇફૉઇડ. મલિન કે દૂષિત પાણીને લીધે આવા રોગ થાય છે. જો પૂલનું હાઇજીન બરાબર ન હોય તો આવું થઈ શકે છે. ઘણી વાર જે બાળકને આવા રોગો હોય તે બાળક પૂલમાં આવે તો બીજા બધા જ બાળકને આવાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે.

4. બાળકોમાં આવા કેમિકલયુક્ત પાણીને કારણે આંખ અને કાનનું ઇન્ફેક્શન પણ ખૂબ જ સામાન્ય છે, જેનાથી બચવા સ્વિમિંગ ગ્લાસિસ પહેરવા અને કાનને વ્યવસ્થિત સાફ રાખવા જરૂરી છે.

5. પૂલને કારણે યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન નાની છોકરીઓમાં થવાની શક્યતા વધુ છે. આ પ્રૉબ્લેમથી બચવા એ ભાગને વ્યવસ્થિત સાફ રાખવો. સ્વિમિંગ વેઅર અત્યંત ટાઇટ ન હોય એનું ધ્યાન રાખવું અને બાળકોને સ્વિમિંગ કરતાં પહેલાં અને પછી ટૉઇલેટ જવાની આદત નાખવી, જેથી કોઈ પણ બાળક યુરિનને રોકી ન રાખે કે પછી પૂલમાં તેમને યુરિન પાસ કરવું ન પડે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.