Abtak Media Google News

સુંદર દેખાવવું કોને નથી ગમતું? દરેક ને સુંદર દેખાવું ગમતું હોય છે એ પછી સ્ત્રી હોય કે પુરુષ. હાલ વેક્સિંગનું ચલણ વધતું જાય છે જેનાથી મહિલાઓ પોતાના શરીર પર આવેલા રૂવાળીઓ દૂર કરે છે. વેક્સિંગ કરાવતી સમયે ઘણું દર્દ વેઠવું પડતું હોય છે અને ઘણીવાર તો ચામડીને લગતી સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે.

Waxing Cropતો ચાલો આજે જાણીએ વેક્સિંગ કરાવવાની સાચી રીત અને વેક્સિંગ કરાવતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • જો તમારી સ્કીન વધુ સેન્સિટિવ હોય તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે માસિક ધર્મ સમયે ક્યારેય વેક્સિંગ કરાવવું ન જોઈએ. આ સમયે વેક્સિંગ કરાવવાથી તમે વધુ તકલીફમાં મુકાઇ શકો છો.
  • વેક્સિંગ કરાવ્યાં પછી તમારી સ્કીનને વધુ ઘસી- ઘસીને સાફ ન કરવી જોઈએ. આનાથી તમારી સ્કીન છોલય શકે છે અને ઇન્ફેકશન થવાનો પણ ભય રહે છે.
  • વેક્સિંગ કર્યા પછી માત્ર સદા પાણીથી હાથ-પગ ધોવા જોઈએ. સાબુનો પ્રયોગ ન કરવો જોઈએ.
  • જો તમે વેક્સિંગ કર્યા બાદ દર્દ થતું હોય તો બરફના ટુકડાને તમારી સ્કીન ઉપર હળવા હાથે ફેરવો જેથી તમને રાહત મળશે તેમજ ઇન્ફેકસન થવાની શક્યતા ઘટી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.