Abtak Media Google News

જૈન ખેલૈયાઓ માટેના રાસોત્સવ અર્વાચીન ડાંડીયામાં ધુમ મચાવનાર ચુનીંદા ગાયક કલાકારો

ગરબા સુશોભન ટેટુ-મહેંદી, પાઘડી, ચુડી અને આરતી થાળી જેવી સ્પર્ધાઓમાં મનમોહક ઈનામો

હવેથી જૈનમ્ મધ્યસ્થ કાર્યાલયે જ પાસ બુકીંગ

છેલ્લા બે વર્ષથી જૈન સમાજનાં ભાઈ-બહેનો માટે આયોજીત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને સમગ્ર જૈન સમાજ દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવી બેનમુન આયોજન બનાવ્યું છે. સમગ્ર જૈન સમાજ દ્વારા જૈનમ ટીમનાં આ આયોજનને બિરદાવેલ, સતત ત્રીજા વર્ષે જૈનમ ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. તે અંગે વિસ્તૃત માહિતી આપવા માટે જૈનમ ટીમે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, માં આદ્યાશકિતની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસ્થાઓના પૂર્ણ સહયોગથી આગામી નવરાત્રી તા.૧૦ થી તા.૧૮ ઓકટોબર સુધી એમ ૯ દિવસ માટે જૈનમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવલી નવરાત્રીને વધાવવા ખેલૈયાઓ થનગની રહ્યા છે. જૈનમ ટીમ દ્વારા સતત ત્રીજા વર્ષે પણ ફકત જૈનો માટે જ નવરાત્રી મહોત્સવનું એક વિશેષ આયોજન હાથ ધરાયું છે. આ નવરાત્રી કોમ્યુનિટી, કલચર અને કલાસનો સમન્વય બની રહેશે.

આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર રાજકોટનાં જૈન શ્રેષ્ઠીવર્ય ચંદ્રકાંતભાઈ શેઠના પારીજાત પાર્ટી પ્લોટના વિશાળ ગ્રાઉન્ડમાં આયોજીત થનાર છે. ગ્રાઉન્ડમાં આકર્ષક લાઈટીંગ સાથે મનમોહક સ્ટેજનું નિર્માણ કરવામાં આવનાર છે. જયારે યુવાઓના હૈયાઓને ડોલાવવા ૧,૦૦,૦૦૦ વોટની સ્ટેટ ઓફ ધી આર્ટ મલ્ટી લેયર સાઉન્ડ સીસ્ટમનાં તાલે ઝુમશે જેમાં સરાઉન્ડીંગ સાઉન્ડનો પ્રયોગ આ વખતે રાજકોટમાં નવરાત્રી મહોત્સવમાં કરવામાં આવનાર છે.

નવરાત્રી મહોત્સવનાં ખેલૈયાઓ માટે દરરોજ બેસ્ટ ટ્રેડીશ્નલ કોસ્ચ્યુમ, ડેકોરેટીવ ગરબા, પાઘડી, ચુડી, બેસ્ટ આરતી, બેસ્ટ ટેટ્ટુ, બેસ્ટ મહેંદી ઉપરાંત દરરોજ અલગ અલગ લેડીઝ-જેન્ટસ માટે ડ્રેસ કલર કોડ તેમજ ૪૦ વર્ષથી મોટી ઉંમરની વ્યકિતઓ માટે પ્રિન્સ-પ્રિન્સેસની કેટેગરી જેવી અવનવી કોમ્પીટીશન સાથે ગરબાની વેરાયટી પણ સામેલ કરવામાં આવેલ છે. રોજ બરોજ દરેક ગ્રુપને અવનવા ઈનામોની વણઝાર સાથે નવાઝવામાં આવશે. ઉપરાંત નવરાત્રીના અંતમાં મેગા ફાઈનલમાં લાખેણા ઈનામો વિજેતાઓને આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીનાં ચેરમેન પંકજ ભટ્ટ તથા તેમના સાંજીદાઓ ફરી એકવાર રાજકોટનાં જૈન સમાજના ખેલૈયાઓને ડોલાવશે. જેઓના પરફોર્મન્સ યુ-ટયુબ અને સમગ્ર દેશમાં અર્વાચિન દાંડીયામાં પોતાની ગાયીકી દ્વારા ધુમ મચાવી રહ્યા છે તેવા શ્રીકાંત નાયર-મુંબઈ, મયુરી પાટલીયા-બરોડા, વિશાલ પંચાલ-અમદાવાદ, પરાગી પારેખ-વલસાડ, પ્રિતી ભટ્ટ-રાજકોટ જેવા ચુનીંદા કલાકારો જૈનમ નવરાત્રીમાં ધુમ મચાવશે.

ખેલૈયાઓ અને યુવાઓની ખાસ ફરમાઈશને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડમાં જ એક વિશિષ્ટ રીતે તૈયાર કરેલ સેલ્ફી ઝોન તૈયાર કરવામાં આવનાર છે. આ સેલ્ફી ઝોનની થીમ દરરોજ બદલતી રહેશે જેથી ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં જ હેપનીંગ મોમેન્ટ માણી શકશે. નવરાત્રી મહોત્સવમાં સ્ટેજ તથા અન્ય બેઠક વ્યવસ્થા પણ પ્રોફેશ્નલ પ્લાન દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આવા અદભુત આયોજનમાં સંપૂર્ણ પારિવારીક માહોલમાં રાજકોટનાં જૈન સોશ્યલ ગ્રુપ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, સેન્ટ્રલ, સીલ્વર, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્ટર, મીડટાઉન લેડીઝ વિંગ, સંગીની ડાઉનટાઉન જોડાનાર છે. આ કાર્યક્રમમાંથી થનાર આવક શુભ કાર્યમાં વાપરવાનો શુભ આશય છે. પાસ મેળવવા ઈચ્છુક જૈન ખેલૈયાઓને જૈનમ મધ્યસ્થ કાર્યાલય, ડોકટર હાઉસ, કસ્તુરબા રોડ, જયુબીલી બાગ સામે, રાજકોટ ખાતે મેળવવાના રહેશે. આજરોજથી જૈનમ્નાં તમામ બુકીંગ સેન્ટર ઉપર બુકીંગ બંધ કરવામાં આવ્યા છે જેની ખાસ નોંધ લેવા જણાવાયું છે.

જૈનમ નવરાત્રી મહોત્સવ અંગેની માહિતી આપવા માટે જીતુ કોઠારી, સુજીત ઉદાણી, સેજલ કોઠારી, ચિરાગ દોશી, અમીત દોશી, ચેતન કામદાર, હર્ષદ મહેતા, ઉમેશ શાહ, ઉદય દોશી, ઉદય ગાંધી, રાજુ દોશી, નિલેશ કોઠારી, ભાવેશ અજમેરા, ભરતભાઈ, હિતેષ શાહ, શ્રેણીક વોરા, દિશીત મહેતા, મેહુલ દામાણી વગેરેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પાસ તેમજ કોર્પોરેટ સ્પોન્સરશીપ અંગેની વધુ માહિતી માટે જીતુ કોઠારી મો.૯૮૨૫૦ ૭૬૩૧૬, સુજીત ઉદાણી ૯૮૨૪૬ ૫૦૫૦૧ તથા જયેશ વસા મો.૯૮૨૪૦ ૪૫૬૦૧ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

જૈનમ્ ગ્રુપ દ્વારા મકકમ ચોક, યાજ્ઞીક રોડ અને સ્ટર્લીંગ હોસ્પિટલ સામે ડાંડીયાના ફ્રી કોચીંગ કલાસ

Vlcsnap 2018 10 02 12H21M01S72જૈનમ ગ્રુપ દ્વારા જૈન સમાજમાં લોકો માટે છેલ્લા દશ દિવસથી ફ્રી દાંડીયા કોચીંગ કલાસીસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોચીંગ કલાસીસનું આયોજન કરવામાં રહ્યું છે. આ કોચીંગ ધૈય પારેખ અને તેમના ટયુઠર દ્વારા આપવામાં આવે છે. જેમાં બહોળા પ્રમાણમાં લોકો ભાગ લઇ ઉત્સાહભેર દાંડીયા શીખી રહ્યા છે.

જયેશભાઇ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી જૈનમ ગ્રુપ સમાજ માટે દાંડીયા રાસનું આયોજન કરે છે. બે વર્ષના ભવ્ય પ્રતિસાદ બાદ સતત ત્રીજા વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં લગભગ સાડાત્રણથી ચાર હજાર જૈનો એકી સાથે રાસ રમશે હાલ ૩ જગ્યાએ ફ્રી કોચીંગ કલાસ આપવામાં આવે છે.

છેલ્લા ૧પ થી ર૦ દિવસથી જે લોકો કયારેય રમ્યા નથી તે લોકો પણ પ્રેકટેસ કરી પ્રીન્સ પીન્સેસ બને છે. ગયા વર્ષે જૈનમ ફ્રી કોચીંગમાં દાંડીયા શીખી ત્રણ લોકો પ્રિન્સ-પ્રિન્સેસ બન્યા હતા. રાજકોટમાં મકકમ ચોક, યાજ્ઞીક રોડ અને સ્ટલીંગ  હોસ્પિટલ સામે જૈનો માટે ફ્રી કોચીંગ કલાસ શરુ કરવામાં આવ્યા છે. જેનો ૩૦૦ થી વધુ  લોકો લાભ લઇ રહ્યા છે.

દાંડીયા કોચ ધવલ ચતવાણીએ જણાવ્યું કે તેઓ ધૈર્ય પારેખના ટયુટર છે. જૈનમ કલાસીસનો ફ્રિ બેંચ કેમ્પ રાખવામાં આવ્યો છે. યાજ્ઞીક રોડ ખાતે આશરે પ૦ થી ૬૦ લોકોએ ભાગ લીધો છે.

મકકમ ચોક દાંડીયા કોચ ભાવીન મકવાણા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ ધૈર્ય પારેખના ટયુટર છે. છેલ્લા છ વર્ષથી તેઓ દાંડીયા કોચીંગ આપે છે. લોકોનો રિસ્પોન્સ ખુબ જ સારો છે લોકો ખુબ જ સ્પોટિંગ છે.

દાંડીયા શીખવા માટે આવેલા દેવલ મહેતા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓએ બેઝીક થી એડવાન્સ તમામ સ્ટેપ શીખેલ છે. તેઓ બીઝીક રાસ રમતા પરંતુ એડવાન્સ દાંડીયા આ જૈનમ ફ્રી કોચીંગ દ્વારા તેમને શીખવા મળ્યું તેમને ત્યાંનું વાતાવરણ ખુબ જ ગમ્યું કારણ કે એક પરિવારની જેમ તેઓ શીખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.