Abtak Media Google News

મૃતકની પત્નીને સહાય અને બાળકોનો શિક્ષણ ખર્ચ ઉઠાવવાની માંગ

શાપરમાં દલિત યુવકની હત્યા મામલે રાજકોટ જિલ્લા કોંગ્રેસ કમિટીનાં અનુ.જાતિ વિભાગ દ્વારા પડધરી મામલતદારને આવેદન પાઠવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી ભોગ બનનાર યુવકની પત્નિને સહાય આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી.

રજુઆતમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં છેલ્લા ૧૭ વર્ષથી દલિતો ઉપર અનેક પ્રકારે અત્યાચાર થઈ રહ્યા છે. રાજકોટના શાપર-વેરાવળ ઔધોગિક વિસ્તારમાં એ નિર્દોષની હત્યા દલિત યુવાને નજીવી બાબતમાં અત્યંત બર્બરતા પૂર્વક ઢોર માર મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી પુન: ગુજરાતની ધરતી કબંરીત થઈ છે.

ત્યારે મૃત્યુ પામનાર દલિત યુવાનના પત્નીને આજીવીકા તે માટે પાંચ એકર જમીન આપવામાં આવે, રહેણાંક મકાન બનાવી આપવામાં આવે, બાળકોના શિક્ષણ માટે જયાં સુધી બાળકો ભણે ત્યાં સુધી સ્વનિર્ભર શાળા કોલેજનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે, મૃત્યુ પામનારની પત્નીને લીવર-વાળની ગંભીર બિમારી છે તેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે. નિયમ મુજબની તમામ સહાય તાત્કાલિક ચુકવી આપવા, ગુજરાતમાં દલિતો ઉપર થયેલ અન્યાયના કેસોનો ઝડપી નિકાલ કરી દોષિતોને સજા કરવામાં આવે તેવી માંગ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.