Abtak Media Google News

કોરોનાને લઈ જે વિશ્ર્વમાં અફડા-તફડી મચી છે તેનાથી અનેકવિધ રીતે આર્થિક સંકટનો સામનો પણ કરવો પડી રહ્યો છે બીજી તરફ ક્રિકેટ જેન્ટલમેન ગેમ નહીં પરંતુ હવે અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટેનું એક માધ્યમ પણ બન્યું છે ત્યારે વર્ષ ૨૦૨૦, વર્ષ ૨૦૨૧ અને વર્ષ ૨૦૨૩માં વિશ્ર્વકપ રમાવવા માટે આઈસીસીએ જાહેરાત કરી હતી પરંતુ વર્ષ ૨૦૨૦માં ટી-૨૦ વિશ્ર્વકપ ઓસ્ટ્રેલિયા ખાતે રમાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી પરંતુ કોરોનાનાં કારણે હાલ ટી-૨૦ વિશ્ર્વકપ ઓસ્ટ્રેલિયામાં રમાશે કે કેમ ? તે અંગે પ્રશ્ર્નાર્થ થઈ રહ્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં પ્રેસીડેન્ટ અને આઈસીસીનાં ફાયનાન્સ અને કોમર્શિયલ રાઈટ કમિટીનાં વડા અહેસાન મણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષમાં ટી-૨૦ વિશ્ર્વકપ રમાવવાની શકયતા નહિવત છે જેનું કારણ હાલ કોરોનાની મહામારી હોવાનું જ સામે આવ્યું છે. તેમનાં જણાવ્યા અનુસાર વિશ્ર્વકપમાં ભાગ લેનારી ૧૬ ટીમોને ઓસ્ટ્રેલિયામાં બોલાવવાનું હાલનાં સમયમાં શકયતા નહિવત છે જેમાંથી અનેકવિધ દેશોની ટીમ પ્રવાસ ન ખેડવા માટે પણ જણાવી રહી છે. આઈસીસીએ વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૩માં વિશ્ર્વકપનું લાઈનઅપ કર્યું છે પરંતુ હાલની સ્થિતિ જોતા આ ટુર્નામેન્ટ શકય ન હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે બીજી તરફ વિશ્ર્વકપને મુલત્વી રાખવામાં આવે તેવું પણ સામે આવ્યું છે.

પીસીબીનાં ચેરમેન અહેસાન મણીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦નો ટી-૨૦ વિશ્ર્વકપ વર્ષ ૨૦૨૨માં પણ રમાય શકે છે. કારણકે વર્ષ ૨૦૨૧ અને વર્ષ ૨૦૨૩નાં વિશ્ર્વકપ વચ્ચે ૨૦૨૨નું વર્ષ ખાલી છે જેનું આયોજન તે સાલમાં થઈ શકે તેવી શકયતા હાલ જોવામાં આવી રહી છે. તેમનાં જણાવ્યા મુજબ ૨૦૨૦માં ખાલી પડેલી મોટી ટુર્નામેન્ટની જગ્યામાં આઈપીએલ એટલે કે ઈન્ડિયન પ્રિમીયમ લીગ રમાવાય તેવી આશા હાલ આઈસીસીએ સેવી છે. તેમનાં જણાવ્યા મુજબ જો ચાલુ વર્ષમાં ટી-૨૦ વિશ્ર્વકપ રમાય તો તે બાયોબબલ વાતાવરણમાં રમી શકાય તેવી સ્થિતિનો સામનો કરવો પડશે જેમાં પ્રેક્ષકોની હાજરી નહીવત રહેશે. કોઈપણ દેશની દ્વિપક્ષીય ટુર્નામેન્ટ રમાતી હોય તેમાં પ્રેક્ષકોની ગેરહાજરી એટલો મોટો પ્રશ્ર્નાર્થ ઉદભવિત ન કરે જેટલો વિશ્ર્વકપમાં નહિવત પ્રેક્ષકો થકી ટુર્નામેન્ટ રમાય. અહેસાન મણીએ જણાવ્યું હતું કે, હાલ અનેકવિધ ક્રિકેટ બોર્ડ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે તેને બચાવવા અને તેને ફરી આર્થિક રીતે સઘ્ધર બનાવવા માટે મોટી ટુર્નામેન્ટોનું આયોજન થવું ખુબ જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.