Abtak Media Google News

એમઆરપી નિયંત્રિત કરવા સીરીંજ ઉત્પાદકોને એનપીપીએનું સુચન

આજના સમયે દવાઓની ઉંચી કિંમતથી દર્દીઓને બેવડો માર પડયો છે. જેમાં ઘણાખરા દર્દીઓ હોસ્પિટલના ચાર્જ માટે ઉછીના નાણા લે છે. ખાનગી હોસ્પિટલોમાં દવાઓ અને હોસ્પિટાલીટી સેવાઓ પર મોટો માર્જીન લાદવામાં આવે છે. ઉંચી કિંમત વસુલી મોટા પ્રમાણમાં નફો રળે છે. ત્યારે આ બેફામ નફાખોરી કરતા સીરીંજ ઉત્પાદકોને ઈંજેકશન આપવાની જરૂર છે એટલે કે દવાઓની એમઆરપી નિયંત્રિત કરવા પર ભાર મુકવાની જરૂર છે.

તાજેતરમાં એનપીપીએ અને ડોમેસ્ટિક સીરીંજ ઉત્પાદકોની બેઠક મળી હતી. જેમાં તમામ સીરીંજ ઉત્પાદકોને એનપીપીએ દ્વારા જણાવાયું હતું કે, તેઓએ સીરીંજની એમઆરપી નિયંત્રિત કરવી જોઈએ અથવા તો આ માટે સરકારે પગલા લેવા જોઈએ જેથી કરીને સીરીંજની એમઆરપી વધુ ઉંચે જાય નહીં અને ગ્રાહકોને રાહત મળે.

જણાવી દઈએ કે, સીરીંજ એ એક પ્રકારનું ડ્રગ છે જેનો ડ્રગ પ્રાઈઝ કંટ્રોલ ઓર્ડર-૨૦૧૩ અંતર્ગત સમાવેશ કરાયો છે. એમપીપીએ સીરીંજ ઉત્પાદકોને સુચન કર્યું છે કે, તેઓએ ઈમ્પોર્ટ પ્રાઈઝ અને એમઆરપી વચ્ચે ૭૫% ટ્રેડ માર્જીન રાખવો જોઈએ. આ માટે એનપીપીએના ચેરમેને ઉત્પાદકો પાસેથી ઉત્પાદનની માહિતી અને સુચનો માંગ્યા છે.

તાજેતરમાં એનપીપીએ ફોર્ટીસ મેમોરીઅલ હોસ્પિટલમાં ૭ વર્ષની બાળકીના મોત અંગે તપાસ હાથધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, મેડિકલ ક્ધસ્યુમેળલ પર ૧૭૩૭% માર્જીન, નોન સેડયુલ ડ્રગ પર ૯૦૦% જયારે સેડયુલ ડ્રગ પર ૩૦૦% વધુ માર્જીન મેળવે છે.

આથી એમપીપીએ સુચન કર્યું હતું કે, માર્જીન મર્યાદા ૭૫% હોવી જોઈએ. એનપીપીએ એ ફોર્ટીસ મેમોરીઅલ હોસ્પિટલને નોટિસ ફટકારી છે અને તમામ બિલોની કોપી, દવાઓના નામ વગેરે સહિતની માહિતી આપવા જણાવ્યું છે. હોસ્પિટલ દ્વારા વસુલાતી ઉંચી કિંમતોને નિયંત્રિત કરવા નેપીપીએ એ હાંકલ કરી છે અને આ તરફ સરકારે ધ્યાન દોરવા સુચવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.