સિનર્જી હોસ્પિટલમાં થેલેસેમિયા, ડાયાલીસીસના દર્દીઓ માટે રકતદાન કેમ્પ યોજાયો

46

હનુમાન જયંતીની અનોખી ઉજવણી

૫૦ બોટલ રકત એકત્રિત થયું

હાલની કોરોના ગ્રસ્ત પરિસ્થિતિમાં બ્લડ બેંકોમાં લોહીની મોટી જરૂરિયાત વર્તાઇ રહી છે. થેલેસેમિયાના દર્દીઓ, પ્રસુતીકેસ, ડાયાલીસીસ જેવા કેસમાં કોઇપણ કેસ, સમયમાં રેગ્યુલર રકતની જરૂર પડતી હોઇ છે. ત્યારે સિનર્જી સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલ રાજકોટ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતું. કોઇ પણ હોસ્પિટલ દ્વારા રકત દાન કેમ્પ ગોઠવાય અને તેમાં તબોબો અને તેમનો સ્ટાફ જ રકત દાન કરે તે કદાચ પહેલીવાર બન્યું છે. આ કેમ્પમાં ૫૦ યુનિટ રકતદાન થયું હતું.

હનુમાન જયંતીએ સિનર્જી સુપરસ્પેશ્યાલીટી હોસ્પીટલ ખાતે લાઇફ બ્લડ સેન્ટર (રાજકોટ વોલન્ટરી બ્લડબેંક) ઉપક્રમે યોજાયેલા રકતદાન કેમ્પમાં ડો. નરશી વેકરીયા, ડો. કિંજલ ભટ્ટ, ડો. માધવ ઉપાધ્યાય, ડો. સંજય ટીલાળા, ડો. શ્રેણિક દોશી, ડો.વિશાલ પોપટણી, ડો. તેમજ પંડયા, ડો. કુપા પંડયા, ડો. વિશાલ ભટ્ટ, ડો. ગૌતમ થડાણી, સમેતના તબીબો અને હોસ્પિટલના પેરામેડીકલ સહીતના સ્ટાફએ રકતદાન કર્યુ હતું.

આ રકતદાન કેમ્પમાં સિનર્જી સુપરસ્પેશ્યાલીટી હોસ્પીટલના ડો. નરશી વેકરીયા, ડો. દિનેશ ગજેરા, ડો. પરેશ પંડયા, ડો. જયેશ ડોબરીયા, ડો. મિલાપ મશરૂ, ડો. કિંજલ ધટ્ટ, ડો. માધવ ઉપાધ્યાય, ડો. સંજય ટીલાળા, ડો. શ્રેણિક દોશી, ડો. રાજન જગડ, ડો. વિશાલ પોપટણી, ડો. સત્યમ ઉધરેજા, ડો.નીલેશ માંકડીયા, ડો. તેજશ પંડયા, ડો. કલ્પેશ સનારીયા, ડો. દર્શન જાની, ડો. જીગર પાડલીયા, ડો. સુરસિંહ બારડ અને માર્કેટિંગ હેડ ભૂષણ જોશી અને હોસ્પીટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આ કેમ્પમાં ડો.નરશી વેકરીયાએ ૧૯મી વખત રકતદાન કર્યુ હતું. આ કેમ્પમાં કોરોના સંદર્ભે તમામ તકેદારી પણ રાખવામાં આવી હતી. તબીબોએ રકતદાન કરીએ સંદેશો આપ્યો હતો કે રકતદાન કરવાથી શકિત ઘટતી નથી અને રકતદાન કરવાથી કઇ પણ થશે તેવી ધારણા ખોટી છે. એક વ્યકિતના રકતદાન કરવાથી સામે ૩ વ્યકિતને જીવતદાન મળે છે. બ્લડ પ્લાઝમા ત્રાકકણ, અને રકતકણએ રીતે ત્રણ ઘટક જુદા જુદા કરવામાં આવે છે.

Loading...