Abtak Media Google News

ચાલુ વર્ષે યુનિવર્સિટી ખાતે મેગા જોબ ફેર તથા થેલેસેમીયા ડે નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઈનાન્સ કમિટીની બેઠક ૧૨ ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલ હતી. આ મીટીંગમાં કેમ્પસમાં વિવિધ ફાયનાન્સીયલ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. ફાઈનાન્સ કમિટીની બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નાં વાર્ષિક હિસાબો ચર્ચા વિચારણાને અંતે સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતા. ફાઈનાન્સ કમિટીની બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષના બજેટ પર વિચારણા કરવામાં આવેલ હતી અને કુલ અંદાજીત રૂ.૨૧૬/- કરોડનું બજેટ સુધારા વધારા સાથે મંજુર કરવા સિન્ડિકેટને ભલામણ કરવામાં આવી હતી. જેમાં સરકારની ગ્રાન્ટમાંથી રૂ.૧૦૮ કરોડ મળશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ બજેટમાં જુદા જુદા ખર્ચે જેવા કે સ્ટુડન્ટ એકટીવીટી પેટે રૂ.૭.૦૧ કરોડ, પગાર ખર્ચ પેટે રૂ.૪૫.૦૦ કરોડ, પરીક્ષા ખર્ચ પેટે રૂ.૨૬ કરોડ, સેલ્ફ ફાઈનાન્સ ખર્ચ પેટે રૂ.૫.૩૬ કરોડ ફાળવવામાં આવેલ છે. તેમજ ડેવલોપમેન્ટ કાર્ય માટે રૂ.૮૧.૧૪ કરોડ ફાળવવામાં આવેલ છે. જેમાંથી રૂ.૬૩ કરોડ રાજય તેમજ કેન્દ્ર સરકારની જુદી જુદી એજન્સીઓ મારફત પ્રાપ્ત થનાર છે.

સદરહું બજેટમાં વિવિધ વિદ્યાર્થીલક્ષી અને સમાજલક્ષી યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. જેમાં મુખ્યત્વે દરેક ભવનનાં એક રીસર્ચ સ્ટુડન્ટને મેરીટોરીયસ રીસર્ચ ફેલોશીપ રૂ.૧૦,૦૦૦/- પ્રતિ માસ લેખે આપવા માટે યોજના ઘડવામાં આવેલ છે. તે ઉપરાંત સ્ટુડન્ટ ડેવલોપમેન્ટ અને સ્કીલ ડેવલોપમેન્ટ માટે રૂ.૧ કરોડની ફાળવણી કરવામાં આવેલ હતી. તે ઉપરાંત યુનિવર્સિટી ખાતે મેગા જોબ ફેર યોજવા માટે વિચારણા કરવામાં આવી હતી તથા થેલેસેમીયા ડે નિમિતે તે દિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવું તેવો નિર્ણય કરવામાં આવેલ હતો. ઉપરાંત જે કોલેજ સરકારી મેડિકલ કોલેજ/ હોસ્પિટલમાં બ્લડ આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે તેને રૂ.૨૫૦૦૦/- ફાળવવા માટે પણ નિર્ણય કરવામાં આવેલ હતો. જો કોઈ કોલેજ યુનિવર્સિટી કક્ષાએ વિદ્યાર્થીને થેલેસેમીયા મેજર માલુમ થશે તો તેની ફી યુનિવર્સિટી દ્વારા ચુકવવા માટે નિર્ણય કરવામાં આવેલ હતો અને તે માટે રૂ.૫.૦૦ લાખની ફાળવણી કરવામાં આવેલ હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર ઈલેકટ્રોનીકસ ભવન માટે ૫ નંગ ૪-ચેનલ સ્ટોરેજ ઓસ્સીલોસ્કોપ ખરીદવા અંગે આજની ફાઈનાન્સ કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને વિસ્તૃત ચર્ચા વિચારણાને અંતે સર્વાનુમતે લોએસ્ટ રકમ રૂ.૨,૨૯,૯૯૯/- મંજુર કરવામાં આવેલ હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવા માટે ઈ-ટેન્ડર દ્વારા ટેન્ડરો મંગાવવામાં આવેલ હતા. આવેલ ટેન્ડરો પરત્વે લોએસ્ટ આવેલા ભાવ મુજબ કુલ ખર્ચ રૂ.૫,૦૫,૬૪૦/- ની બહાલીના કાર્યને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના જુદા જુદા વિભાગો/ ભવનોની જ‚રીયાત અન્વયે સીસીટીવી કેમેરા જુદી જુદી પ્રક્રિયાથી ખરીદવા અંગે કુલ ખર્ચ રૂ.૧૯,૦૫,૩૦૭/- અન્વયે આજની ફાઈનાન્સ સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને ચર્ચા વિચારણાને અંતે ખર્ચ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતો. ફાઈનાન્સ કમિટીની બેઠકમાં સિન્ડીકેટ સભ્ય ડો.નેહલભાઈ શુકલ, ડો.ભાવીનભાઈ કોઠારી, ડો.જી.સી.ભીમાણી, ડો.વિજયભાઈ પટેલ, ડો.ધરમભાઈ કાંબલીયા,કુલસચિવ ડો.ધીરેન પંડયા તથા મુખ્ય હિસાબી અધિકારી કે.એન.ખેર, કોમ્પ્યુટર સેન્ટરના ડાયરેકટર ડો.એન.વી.જોબનપુત્રા તેમજ ઓડીટર લીનાબેન ગાંધી ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.