Abtak Media Google News

જામકંડોરણા અને સાવરકુંડલાની મહીલાને સ્વાઇનફલુ ભરખી ગયો: આઇસોલેશન વોર્ડમાં પાંચ દર્દીઓ સારવાર હેઠળ: મૃત્ય આંક દસ થયો

ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ અને રાત્રીના સમયે આવતો ઠંડો પવનને પગલે મિશ્ર ઋતુથી રોગચાળો વધી રહ્યો છે. ત્યારે સ્વાઇનફલુના દર્દીઓમાં વધારો થતો જાય છે. અત્યાર સુધીમાં સ્વાઇનફલુથી થયેલા મોતનો આંકડો આંઠ હતો. જેમાં ગઇકાલે જામકંડોરણા અને સાવરકુંડલાની મહીલાના મોત થતાં મૃત્યુ આંક દસ સુધી પહોંચી ગયો છે. જયારે હાલ રાજકોટ સીવીલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં પાંચ દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જયારે જુનાગઢની મુસ્લીમ મહીલાને સારુ થઇ જતાં તેને રજા આપવામાં આવીછે. સીવીલ હોસ્પિટલમાં સોમવારે બે મહીલાના મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. રાજકોટ સીવીલ હોસ્પિટલમાં રવિવારે અમરેલીના સાવરકુંડલામાં રહેતા મયુરીબેન બકુલભાઇ (ઉ.વ.૩૨) ને તાવ અને સ્વાઇનફલુના લક્ષણો જણાતા તેને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા ત્યાં તેના લાળના રીપોર્ટ લઇ મેડીકલ કોલેજમાં મોકલતા હતા જયાં ગઇકાલે બપોરે સ્વાઇનફુલ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો ત્યારબાદ તેની સઘન સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરના એકાદ વાગ્યે મયુરીબેનનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

ત્યારબાદ રાજકોટના જામકંડોરણા તાલુકાના ભાવનાબેન રાજેશભાઇ (ઉ.વ.૪૮) નામના મહીલાનો રીપોર્ટ પણ પોઝીટીવ હતો તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા પરંતુ ગઇકાલે સારવાર કારગીત ન નીવડતા સાંજના પાંચેક વાગ્યે ભાવનાબેને અંતિમ શ્ર્વાસ લીધા હતાં.

આમ ગઇકાલે સિવીલ હોસ્પિટલમાં પાંચ કલાકના સમયગાળામાં સ્વાઇનફુલથી બે મહીલાના મોત નિપજતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઇ છે. અન સ્વાઇનફુલથીમોતનો આંક દસ સુધી પહોંચી ગયો છે. તેમજ જુનાગઢના અનુબેન મહમદભાઇ સીડી (ઉ.વ.૬૨) વાળાને સારુ થઇ જતાં તેને રજા આપવામાં આવી હતી. અને સ્વાઇનફુલ વોર્ડમાં પાંચ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું તબીબોએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.