Abtak Media Google News

સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. 2019નાં વર્ષમાં કુલ 94 લોકોનાં મોત થયા છે. આજે એક જ દિવસમાં 2 લોકોનાં મોત સ્વાઈન ફ્લૂથી થયા છે. જુનાગઢ જિલ્લાના છોડવણી ગામના 70 વર્ષ એક પુરૂષનું અને પોરબંદરના 59 વર્ષિય મહિલાનું આજે રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 10થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં જેતપુર, વીછીયાં, પડઘરી, કોટડાસાંગાણી, રાજકોટ, જામકંડોરણ, ગોંડલ, જૂનાગઢ, કચ્છ, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, સોમનાથ અને ગીર સહિતના ગામાનો લોકોનો સમાવેશ થાય છે. 2019માં સ્વાઈન ફ્લૂના કુલ 230થી વધુ દર્દીઓ જાહેર થયા છે. જેમાં 94 લોકોનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

સ્વાઇન ફ્લૂથી બચવા શું કરવું?

  • સ્વાઇન ફ્લૂથી બચવા માટેનો શ્રેષ્ઠ ઉપાય સ્વચ્છતાનું પાલન છે.
  • જ્યાં ખૂબ જ ભીડ હોય તેવી જગ્યાઓએ જવાનું ટાળવું, ઉઘરસ ખાતા સમયે કે છીંક આવે ત્યારે મોઢા અને નાકને રૂમાલ કે કપડાથી ઢાકવાં.
  • અને જે વ્યક્તિને ફ્લૂની અસર હોય તેનાથી અંતર જાળવી રાખવું જોઈએ.
  • જાહેર સ્થળો પર જતા સમયે માસ્ક બાંધવું હિતાવહ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.