Abtak Media Google News

બાળકોમાં વધતા વાઇરલ ઇન્ફેકશન મામલે નિષ્ણાંતોએ વગાડી ખતરાની ઘંટડી

સ્વાઇન ફલુથી ભારતીય બાળકોના મગજને ભયંકર નુકશાન થાય છે. સ્વાઇન ફુલનો ભોગ બનેલા ૧૦ માસના નવજાત શિશુએ તેના સહીતના લોકોનો ચહેરો ઓળખવાની સમાજ ગુમાવી દીધી !

નવજાત શિશુઓમાં સ્વાઇન ફલુની આડઅસર ‚પે વધતા મગજના રોગના પગલે એલાર્મની ઘંટડી વગાડવામાં આવી છે. તાજેતરમાં પિડિઆટ્રિક ન્યુરોલોજિસ્ટના ડેસ્ક પર આવા પ થી ૬ કેસ આવ્યા છે.

બાળ દર્દીઓમાં સ્વાઇન ફલુનો ઉપચાર કરતા ફિઝિશિયનોને નિષ્ણાતોની સલાહ છે કે આવા બાળકોને વેન્ટિલેશન અને આઇ.સી.યુ. કેરની જરુર હોય છે તે ખાસ ઘ્યાનમાં રાખવું.

બાળકોમાં ખાસ કરીને નવજાત શિશુઓમાં ઇમ્યુનીટી પાવર એટલે કે રોગ પ્રતિકાકરક શકિત ખુબ જ નબળી હોય છે. હજુ તે પુખ્ત વયના લોકો જેટલી મજબુત હોતી નથી જેથી તેમને વાઇરસ ઇન્ફેડકશન ખુબ જ જલ્દી અને આસાનીથી થઇ જતા હોય છે.

અત્યારે ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે વાઇરસ ઇન્ફેકશનના દર્દીઓથી દવાખાનાઓ હકડેઠઠ છે. તેમાં બાળ દર્દીઓની સંખ્યા વિશેષ છે. બાળકો ઉપર અમુક તબીબી પરીક્ષણની મર્યાદા આવી જાય છે. પુખ્ત વયના દર્દીઓની જેમ બધા ટેસ્ટ તેમની ઉપર કરી શકાતા નથી.

ડોકટરોના મતે આ વર્ષે સ્વાઇન ફલુએ ફરી ઉત્પાત મચાવ્યો છે. જેનો શિકાર નવજાત શિશુ જલદીથી બની જાય છે. પરંતુ સમયસમ નિદાન સારવારથી અંકુશ મેળવી શકાય છે અને બાળમગજને થતા નુકશાનને અટકાવી શકાય છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં આ વર્ષે ૩૦૦ થી વધુ અપમૃત્યુ સ્વાઇન ફલુના લીધે થઇ ચુકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.