સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૫મીએ તરણની અવનવી ડ્રાઇવ થકી સ્વિમિંગ પૂલનું લોકાર્પણ

પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે સ્વિમિંગ પૂલ કમ શૂટિંગરેન્જ, બૂકફેરને ખૂલ્લો મુકાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો માહોલ છવાશે તેમાં યુનિવર્સિટીનો નવનિયુક્ત સ્વિમિંગપૂલ કમ શૂટિંગરેન્જનું લોકાર્પણ થશે અને સાથે જ સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લિટરેચલ ફેસ્ટિવલને ખુલ્લો મુકાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૨૫મીએ સવારે ૯ વાગ્યે ડી.એચ. કોલેજના મેદાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લીટરેચલ ફેસ્ટિવલને ખુલ્લો મુકાશે અને તેની સાથોસાથ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વિમિંગ પૂલ અને શૂટિંગરેન્જનું ડીજીટલી લોકાર્પણ થશે.

સ્વિમિંગપૂલના લોકપર્ણના દિવસે બપોરે ૩ વાગ્યે ઉમેશ રાજ્યગુરૂની ટીમના ૩૦ સ્વીમર્સ અવનવી સ્વિમિંગ ડ્રાઇવ કરી વિદ્યાર્થીઓમાં ઓલમ્પિક કક્ષાના સ્વિમિંગ પૂલનું આકર્ષણ ઉભું કરશે. આ સાથે જ નેશનલલેવલે સ્વિમિંગમાં કૌવત બતાવી ચુકેલી કણસાગરા કોલેજની વિદ્યાર્થીની મૈત્રી જોશી અને આત્મીય કોલેજની વિદ્યાર્થીનીનું શિલ્ડ આપી સન્માન કરશે.

સ્વિમિંગપૂલની સાથે શૂટિંગરેન્જનું પણ લોકપર્ણ થવાનું છે ત્યારે તેમાં પણ રાજકોટના શૂટરને બોલાવી લોકાર્પણ કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

Loading...