Abtak Media Google News

શ્રાવણના સોમવારે સેવક સમુદાય યોજે છે પાલખીયાત્રા

દામનગરની દક્ષિણે સ્વયંભૂ પ્રગટ અને પ્રકૃતિના અપાર સૌંદર્યથી ભરપુર એવું શ્રી કુંભનાથ મહાદેવ મંદિર કુદરતની અનુપમ ભેટ છે. કુંભનાથ મંદિરે શ્રાવણના સોમવારે પાલખીયાત્રા યોજાય છે.  સૌપ્રથમ શ્રી કુંભનાથ દેવાલય મેવાડપતિએ બંધાવ્યું અને બાજુમાં સભાડ નેસ લાઠી ઠાકરની ક્ધયાને દામોજી ગાયકવાડ પરણ્યા તેથી સભાડ નેસ સહિત ૧૮ ગામ પહેરામણીમાં મળ્યા સંવત ૧૮૫૬માં વાવાઝોડા અને મુશળધાર વર્ષાથી દેવાલય ઉપર વીજળી પડતા મૂળ દેવાલય નાશ પામતા દેવાલયનો પુન: જીર્ણોદ્ધાર સંવત ૧૮૫૬માં થયો બાદમાં વહારે આવ્યા વડોદરાના રાજવી પ્રજા વત્સલ્યનો રાજીપો થતા દુષ્કાળમાં રાહત કાર્ય કામ શરૂ થતાં એક વિશાળ સુંદર સરોવર અને નયન રમ્ય સુંદર સરોવરના કાંઠે દેવાલયનું નિર્માણ થયું. દામનગરના મોઢ ચાતૃર્વેદી બ્રાહ્મણ દીક્ષિત નરોત્તમભાઈ માધવજીભાઈના પરિવારને સરકાર તરફથી શિવજીની સેવા અર્થે વર્ષાસન ચૂકવાતું શ્રી કુંભનાથ મહાદેવ દામનગર શહેરની દક્ષિણ દિશાએ ભવ્ય નયન રમ્ય મંદિર તેના અપાર સૌંદર્ય માં શ્રી મંત સરકાર ગાયકવાડે ગળાવેલ તળાવ દક્ષિણે કુદરતી વન્યસંપદા ટેકરી શિવ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે પક્ષીઓનો કલરવ અને કુદરતનું અપાર ઐશ્ચર્ય ધરાવતું શ્રી કુંભનાથ મંદિરે વારે તહેવારે મેળાઓમાં માનવ મેદની ઉમટી પડે છે.  કુદરતી વરસાદથી સરોવર ભરતા તેમાં નૌકા વિહાર પણ થતો પૃથ્વી પરના સ્વર્ગ સમુ શિવાલય વૈદિક મંત્રોચ્ચાર અને અનુષ્ઠાનથી અનન્ય અલોંકીક અનુભૂતિ કરાવતું શ્રી કુંભનાથ મહાદેવ મંદિર અંતર આત્માને શીતળતા અને માનસિક મોહક પકૃતિની અનેક સંપદા ઓ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.