Abtak Media Google News

૧૯૫૫ થી ૧૯૯૫ સુધી કર્ણ પ્રિય ગીતોએ લકોને મુગ્ધ કર્યા

અરવિંદ મણીયાર હોલ ખાતે સ્વર સાધના એકેડમી દ્વારા સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગીત ક્ષેત્રે ખ્યાતનામ લલીતભાઇ ત્રિવેદીના વિઘાર્થીઓ દ્વારા ૧૯પપ થી ૧૯૯૫ સુધીના પ્રખ્યાત ગીતની પસંદગી કરી જેના સુર રેલાવ્યા હતા. ત્યારે વિઘાર્થીઓના યાદગાર કલાકારી અને સંગીતકારીથી ઉ૫સ્થિત મહાનુભાવો અને શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા.

અબતક સાથેની વાતચીતમાં સુર સંગમ સ્વર સાધના એકેડમીના પ્રિન્સીપાલ લલીતભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જે લોકોને સંગીત ક્ષેત્રે કેરીયર બનાવવાની ધગશ હોય તેમને નિ:શુલ્ક તાલીમ  આપુ છું. સંગીતમાં રસધારકોને સુર સંગીત વિશે ઉજાગર કરી જીવનમાં સારા ગાયકો સંગીતકાર બને તે વિશે તેમને જ્ઞાન આપું છું. આજરોજ મારી એકેડમી દ્વારા સ્વર સાધનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં એકેડમીના વિઘાર્થીઓ દ્વારા જુના અને જાણીતા ગીતોના સુર સંગીતકારો અને ગાયક કલાકારો દ્વારા પરર્ફોમન્સ કરવામાં આવશે.

એકેડમીમાં જ્ઞાન લેવા આવતા વિઘાર્થીઓ પોતાની કેરીયર બનાવી પોતાના આલ્બમ સોંગ, સ્ટેજ પર પરફોમ્સ અને પ્લેબેક સીગીંગમાં ખ્યાતિ મેળવી રહ્યા છે. એકેડમીના આવતા વિઘાર્થીઓ સાથે પારિવાહિક સંબંધ જોડાય છે. સાથે વર્ષમાં એક બે વખત વિઘાર્થીઓ માટે અને વિઘાર્થીઓ દ્વારા જ સ્વર સાધના કાર્યક્રમ રાખવામાં આવે છે.

Vlcsnap 2019 10 21 11

અબતક સાથેની વાતચીતમાં કિશોરસિંહ જેઠવાએ જણાવ્યું હતું કે સ્વર સાધના એકેડમી દ્વારા સંગીતનો કાર્યક્રમ ગોઠવામાં આવ્યો છે. જેમાં લલીતભાઇ ત્રિવેદીના વિઘાર્થીઓ દ્વારા ૧૯૫૫ થી ૧૯૯૫ સુધીના પ્રખ્યાત ગીતો રજુ કરવામાં આવશે. લલીતભાઇ ત્રિવેદી વિશે જો  કહું તો તેમની ઉમર ૮૦ વર્ષની હોવા છતાં પણએક યુવાનની જેમ કાર્ય કરે છે. તેમણે ખ્યાતનામ સંગીત દિગ્દર્શક સાથે પણ મુંબઇમાં કાર્ય કરેલું છે. જે શહેરના સંગીતના ભિષ્માપિતામહ કહેવાય એવા લલીતભાઇ ત્રિવેદીના વિઘાર્થીઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મહાનુભાવો સાથે લલીતભાઇ ત્રિવેદીના વિઘાર્થીઓ પણ પધારશે.

અમારા કાર્યક્રમમાં અબતક ચેનલનો ખુબ સહયોગ પ્રાપ્ત થાય છે. અબતક સાથેની સ્વર સાધના એકેડમીના વિઘાર્થી અજયભાઇએ જણાવ્યું હતું કે લલીતભાઇ ત્રિવેદી અને સ્વર સાધના એકેડમીના વિઘાર્થી તરીકે હું ધન્યતા અનુભવું છું. સંગીતકાર તરીકે કાર્યરત બાદ લલીતભાઇ ત્રિવેદી સાથે ગાયિકી વિશે જ્ઞાન મેળવી ગાયક કલાકાર તરીકે કાર્ય કરુ કર્યુ. એકેડમીમાં ગાયિકા વિશે શીખ્યા બાદ ભારતભરમાં પ્રોફેશનલ શો કરું છું. સ્વર સાધના એકેડમી સંગીત શિખવવામાં આવે તે એટલું શુઘ્ધ અને બારીકાઇથી શિખવવામાં આવે છે આટલું જ્ઞાન લલીતભાઇ ત્રિવેદી નિ:શુલ્ક અને પારીવારીક ભાવનાથી શીખવાની હોય જે ખુબ મોટી વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.