Abtak Media Google News

સ્વાઇનફલુના રોગચાળાને આગળ વધતો અટકાવવા રાજયમાં વધારાના આઇસોલેશન વોર્ડ ઉભા કરાવી, ૧૦૪ હેલ્પ લાઇન શરૂ કરાવી:‘એની ફલુ-ટેમી ફલુ’નું સુત્ર આપી થોડી આરોગ્યલક્ષી તકેદારી રાખવાથી બચી શકાય: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

રાજયમાં પ્રસરેલા સ્વાઇનફલુના રોગચાળાને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોનું જાત નિરિક્ષણ કરવા માટે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગે માહિતી મેળવી હતી. તબીબાેની સલાહ અવગણી સંવેદનશીલ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વાઇનફલુના દર્દીઓની આઇસોલેશન વોર્ડમાં જઇ મુલાકાત લીધી ત્યારે દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓએ સારવારથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના ઉચ્ચ અધિકારીઓ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યો અને આર્યુવેદિક તબીબો સાથે મેડિકલ કોલેજમાં બેઠક યોજી સ્વાઇનફલુને નાથવા લેવાઇ રહેલા પગલાની માહિતી આપી અને મહત્વનું દિશા દર્શન પણ કર્યુ હતું.

સ્વાઇન ફલુ સામે છેલ્લા બે માસથી તબક્કાવાર પગલા લેવામાં આવી રહ્યા છે. જુલાઇ-ઓગસ્ટ માસમાં સ્વાઇનફલુની વધુ અસર જોવા મળી છે. રાજયમાં અત્યાર સુધીમાં ૨૧૩ દર્દીના મોત થયા છે. ૯૦૦થી વધુ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. રાજયના ૧૮૦૦ સરકારી દવાખાનાઓમાં સ્વાઇનફલુની દવાનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

સ્વાઇનફલુ સામે ત્રિસ્તરીય વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સર્વેક્ષણ, જનજાગૃતિ અને સારવારના તબક્કા છે. ઘરે ઘરે જઇ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં ૧૮ લાખ લોકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. મેળામાં અઢી લાખ લકોનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે જેમાં એક પમ વ્યક્તિને સ્વાઇનફલુના લક્ષણ જણાયા ન હોવાનું વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

સ્વાઇનફલુની વધુ અસર રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં ૬૮ ટકા દર્દીઓ નોંધાયા છે. જેમાં રાજકોટ શહેરના ૨૦ અને જિલ્લાના ૨૧ મળી ૪૧ દર્દીના મોત નીપજ્યા છે. સ્વાઇનફલુ સામે જન જાગૃતિ અને સ્ક્રિનીંગ માટે આરોગ્ય વિભાગની કુલ ૯૦૦ ટીમ જિલ્લામાં ફરજ બજાવી રહી છે. જિલ્લામાં ૧૨૦૦ આશા બેહોનો, એક હજાર શાળાના આચાર્યોને તાલીમ આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં પ્રથમ તબકકામાં ૧૭,૯૬,૬૪૧, બીજા તબક્કામાં ૧૬,૯૦, ૪૩૨ વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં ૬૦થી વધુ એમબીબીએસ, ૫૦થી વધુ આયુષ તબીબો આ કામગીરી કરી રહ્યા છે. લોક જાગૃતિ માટે ૫ લાખ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે.

રાજકોટમાં ટેમીફલુની ગોળીની સ્ટ્રીપનો ૧,૪૬,૮૮૨ જથ્થો ઉપલબ્ધ છે. તેની સામે ૨૬, ૭૩૪ સ્ટ્રીપનો વપરાશ થયો છે. આર્યુવેદ શાખા દ્વારા પોણા ચાર લાખ લોકોને ઉકાળો પીવડાવામાં આવ્યો છે.

સ્વાઇનફલુના દર્દીઓની સારવારમાં કોઇ પણ પ્રકારની ખામી રહેવી જોઇએ નહી અધુરી સારવારે રજા ન આપવા તબીબોને મુખ્ય મંત્રી વિજયભાઇ ‚પાણીએ સુચના આપી હતી. રાજયમાં સ્વાઇનફલુના દર્દીઓને સારવાર, દવા અને લેબ ટેસ્ટ સાવ નિશુલ્ક પવામાં આવે છે. ‘એની ફલુ- ટેમી ફલુ’નું સુત્ર આપવામાં આવ્યું છે. સરકાર માટે માનવ જીંદગી અતિ મહત્વની હોવાનું જણાવી તબીબો અને પારામેડિક સ્ટાપની રજા રદ કરી ફરજ પર હાજર થવા સુચના આપી હતી.

સ્વાઇનફલુના રોગચાળાને આગળ વધતો અટકાવવા માટે રાજયમાં વધારાના આઇઓલેશન વોર્ડ અને ૧૦૪ હેલ્પ લાઇન શ‚ કરવામાં આવી હોવાનું તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સ્વાઇનફલુના દર્દીઓને પણ વિના મુલ્યે ટેમી ફલુની ટેબલેટ આપવામાં આવતી હોવાનું વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીની રાજકોટ સિવિલ હોસ્પિટલની વીજળીક મુલાકત સમયે રાજયના આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી, ધારાસભ્ય ગોવિંદભાપિટલે, શ્રીમતી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી દર્શનાબેન શાહ, મુખ્ય સચિવ જે.એન.સિંધ, અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમાર, આરોગ્ય કમિશનર ડો.જયંતી રવિ, કલેકટર ડો.વિક્રાંત પાંડે, મ્યુ.કમિશનર વી.એન.પાની, સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો.મષિ મહેતા, ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ, નિતિનભાઇ ભારદ્વાજ અને આઇએમએના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ગઇકાલે રાજયમાં સ્વાઇનફલુના ૧૭૭ નવા કેસ નોંધાયા હતા અને ૧૩ દર્દીના મોત નીપજ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.