Abtak Media Google News

ખીરસરા ગુરૂકુલમાં ૭૦માં પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી

ઉપલેટા તાલુકાના સ્વામિનારાયણ ગુરૂકુલ-ખીરસરામાં પ્રમુખ શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી સ્વામીની સુજ્ઞ પ્રેરણા સાથે ગુરૂકુલ સંચાલિત પાંચેય શાળાના બાલ-બાલિકાઓએ પ્રવર્તમાન સમયને અનુરૂપ અદભુત અવનવી પરેડ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી ઉપસ્થિત હજારો ગ્રામજનો, વાલીજનો અને આગેવાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

શાસ્ત્રી નારાયણસ્વ‚પદાસજી સ્વામીએ કહ્યું હતું કે, દેશને સુરક્ષિત રાખવા યોગ્ય નેતાની પસંદગી કરવી. ગામ, શહેર અને રોડને સાફ રાખવા અને ગરીબોને મદદ કરવી એજ ઉતમ દેશભકિત છે. આ પ્રસંગે શાસ્ત્રીજીએ મશમોટી ફી લેનાર શૈક્ષણિક સંકુલોએ સદબોધ લીધા જેવી વિશેષ જાહેરાત કરતા કહ્યું કે, અમારા ખીરસરા ગુ‚કુલ સંચાલિત કન્યા ગુરૂકુલ જામટીંબડીમાં ૧ થી ૧૨ ધોરાજીમાં અભ્યાસ કરતી દિકરીયુઓને આવતા વર્ષથી વાર્ષિક ફી માત્ર રૂ.૧૨૦૦૦/-માં રહેવા-જમવા સાથે સ્કુલ, ટયુશન, કોમ્પ્યુટર જેવી તમામ શૈક્ષણિક સુવિધા પુરી પાડશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.