Abtak Media Google News

સ્વામિનારાયણ મહામંત્રના ૨૧૭માં પ્રાગટયદિને સુરત વેડ રોડ ગુરુકુલમાં સત્સંગ સભા યોજાઈ

હોસ્પિટલના બિછાને પડેલા દર્દીને ડોકટરની દવા જયારે નાકામિયાબ નિવડે છે ત્યારે દુઆ અદભુત કાર્ય કરતી હોય છે એમ આજે વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે યોજાયેલ એક સમારંભમાં ગુરૂકુલના મહંત સદગુરુ ધર્મવલ્લભદાસજી સ્વામીએ કહ્યું હતું. તેઓએ માગશર વદ ૧૧ સફલા એકાદશી ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલ ‘સ્વામિનારાયણ’ મહામંત્રની ૨૧૭મી પ્રાગટયતિથિ પ્રસંગે એક સભામાં કહ્યું હતું કે, મંત્રમાં અદભુત તાકાત રહેલ છે. એ વાલીયા લુંટારાને વાલ્મીકી ઋષિ બનાવી શકે છે. વેડરોડ સ્વામિનારાયણ ગુ‚કુલ ખાતે સ્વામી પ્રભુચરણદાસજીએ જણાવ્યું હતું કે, અહીં ગુરૂકુલમાં છેલ્લા ૨૧ વર્ષથી અખંડ સ્વામિનારાયણ મહામંત્રની ધુન સુરતના ૫૦૦૦ ઉપરાંત યુવાનો, બાળકો, મહિલાઓ અને વડિલ ભકતો તેમજ સંતો ચલાવી રહ્યા છે.

વિશેષમાં તેઓએ કહ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાને રાજકોટ જીલ્લાના ધોરાજી પાસેના ફરેણી ગામે ૨૧૭ વર્ષ પહેલા આજના દિવસે સ્વામિનારાયણ મહામંત્ર આપેલ ત્યારથી આ સંપ્રદાયનો પ્રારંભ થયો. એમના નામની ધુન અહીં સુરત ગુરૂકુલમાં ૧,૮૪,૨૦૦ કલાકથી અખંડ ચાલી રહી છે. જે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય અને સુરત શહેરના ગૌરવરૂપ છે. આજે ગુરૂકુલમાં બાળકો, યુવાનો તથા સંતોઅ ઠાકોરજી સન્મુખ ૧૨ કલાક અખંડ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ તથા ધૂન મંદિરને ૧૨ કલાક અખંડ રાસ તથા ૨૫૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ સ્વામિનારાયણ મંત્ર ધુનના ૨૨માં વર્ષના પ્રવેશ પૂર્વે ૨૪ કલાક અખંડ સ્વામિનારાયણ મંત્ર દ્વારા ઠાકોરજીને ચોખા ચડાવીને પૂજન કર્યું.

મંત્રના પ્રભાવથી લુંટારા પણ ભગત બની જાય છે, મનના પ્રવાહો બદલાય જાય છે. મંત્રના વાઈબ્રેશન માણસના વિચારોને, સંકલ્પોને શાંત કરી દે છે. તેની અનુભૂતિ ગુરુકુલમાં આવનાર દરેકને આજે પણ થઈ રહી છે. આજે ભગવાનને અભિષેક, અન્નકુટ, અનુષ્ઠાન, પાલખીયાત્રા પ્રદક્ષિણા, ધૂનમંદિર પૂજન, આરતી વગેરે ભકિતમય આયોજનો સાથે રાત્રે ૯ થી ૧૧ દરમ્યાન ૨૧૫મી સહજાનંદી સભામાં ‘ભજન કરે તે જીતે’ એ વિષય પર શાસ્ત્રી વિરકતજીવનદાસજી સ્વામીએ કથાવાર્તા કરી યુવાનોએ મંત્રની તાકાતનું રૂપ રજુ કરી બાળકો, યુવાનો તથા વડિલોને મન મુકીને હસાવવા સાથે જ્ઞાન પીરસ્યુ. આ પ્રસંગે મુંબઈ, નીલકંઠધામ-પોઈચા વર્ણીન્દ્રધામ-પાટડીથી સંતો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.