Abtak Media Google News

વિદેશમાં વસતા ગુજરાતીઓ, અન્ય પરપ્રાંતીયો અને તેમના બાળકોને આપણા નવરાત્રી ઉત્સવનો પરિચય થાય અને સાથે સાથે આપણી સંસ્કૃતિ સાથે જોડાણ મજબૂત થાય તે માટે નવરાત્રીના નવે-નવ દિવસ નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટેની પૂર્વ તૈયારીઓ ઘણા દિવસથી શરુ થઇ ગઈ હતી. જુદા-જુદા વિભાગના સ્વયંસેવકોએ ઉત્સાહ પૂર્વક પોતપોતના વિભાગની જવાબદારી સાંભળી લીધી હતી.

Untitled 1 41

ગુરુકુળનો ડાઇનિંગ હોલ કે જે આશરે 10000 ચો.ફી. જેટલો વિશાળ છે તેમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સાથે લગભગ 1000 ખલૈયાઓ રાસ રમી શકે તેવી સુવિધાઓ સાથે અનુપમ ડેકોરેશન અને માતાજીની મઢુલી તૈયાર કરવામાં આવી હતી. આ માટે રસિકભાઈ વોરા, રમેશભાઈ કાકડિયા વગેરેએ સેવા આપી હતી.

Img 20181016 Wa0002

આ ઉત્સવમાં ભાગ લેવા માટે કોઈ ફી રાખવામાં આવી ન હતી. પહેલે દિવસથી જ નાના-મોટા ગરબા-રાસના રસિયાઓ ઉમટી પડ્યા હતા. તેમાં પણ શુક્રવાર અને શનિવારના રોજ લગભગ 1500 ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. ભાતીગળ ડ્રેસમાં નાના-નાના બાળકો આનંદથી રાસ-ગરબા-સનેડો વગેરે નવા અને જુના ગરબાને સંગાથે ઝુમતા હતા. ગુરુકુળના વિશાળ પ્રાર્થના મંદિરમાં બાળકો આનંદથી રમતા હતા.

Img 20181016 Wa0003તો વડીલો પોતાની ઉંમરના મિત્રો સાથે અલક-મલકની વાતો કરતા રહેતા. અને માતા-પિતા નચિંત થઈને ગરબા કરતા. ગુરુકુળની મર્યાદા જળવાય રહે તે રીતે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પુરુષો અને સ્ત્રીઓના ગરબાના વર્તુળો અલગ-અલગ રહેતા જેથી સહુ કોઈ શાંતિથી અને મર્યાદા જળવાય રહે તેમ આ ઉત્સવ માણતા હતા.

Img 20181016 Wa0006

સાંજના 8 વાગ્યા થી રાત્રીના 10 વાગ્યા સુધી રાસ-ગરબાની રમઝટ ચાલતી. અને શુક્રવાર અને શનિવારે તો રાત્રીના 12 વાગ્યા સુધી પણ કોઈ જવાનું નામ લેતું નહિ. સાથે-સાથે ગુરુકુળના હરિભક્તોએ સેવા અને ભક્તિભાવથી બનાવેલી જુદી-જુદી ચટપટી વાનગીઓ કિફાયતી ભાવે બધાને માણવા મળતી. દરરોજુ જુદી-જુદી વાનગીઓ રહેતી જેમકે સમોસા, પકોડા, દાળવડા, દહીંવડા, પાવ-ભાજી, ફાફડા-જલેબી, નુડલસ, ભેળ, સેન્ડવિચ, મેંગો લસ્સી, ચા, નાચો-ચીઝ, પોપકોર્ન, ચા એમ વિવિધ વાનગીઓ મળતી રહેતી.

Img 20181016 Wa0007

વિદેશની ધરતી ઉપર હવે તો ભારતની બધી વસ્તુઓ મળે છે. અને ધાર્મિક સ્થળો અને તે સંબંધી આયોજન પણ ચારે બાજુ થવા મંડ્યા છે. પણ સંસ્કાર સાથે આનંદ, સંસ્કૃતિ સાથે ઓળખાણ, અને મર્યાદા સાથેના ઉત્સવનો સુમેળ તો સ્વામિનારાયણ ગુરુકુળમાં જેવો જોવા મળ્યો તેવો અન્ય કોઈ સ્થળે જોવા નથી મળતો. વંદનીય સંતોના માર્ગદર્શન નીચે હરિભક્તોની મોટી ટિમ આ ઉત્સવ દરમ્યાન સેવા માટે કટિબદ્ધ થઇ હતી. તેમાં પણ મહિલામંડળના બહેનોએ હંમેશની જેમ પરિવારની જવાબદારી અદા કરતા-કરતા ખુબ સેવા કરી હતી. બહેનો હરિભક્તોમાં કંચનબેન રામાણી, મેહાબેન માલાણી, અમિતાબેન માલાણી, વિલાસબેન ગજેરા, નીતાબેન બાબરીયા, સંગીતાબેન પટેલ, ભક્તિબેન પટેલ, અરુણાબેન પટેલ, તોરલબેન પટેલ, તૃપ્તિબેન પટેલ, વૈશાલીબેન કાનપરીયા, વિમળાબેન કોઠીયા, સોનલબેન શેખડા, ઝંખનાબેન પટેલ, કરુણાલતાબેન પટેલ, અમીબેન શેઠ, શિલ્પાબેન ગજેરા, જુલીબેન અને યશવીબેન બાબરીયા, નિમિષાબેન વિરાણી એમ કેટલાય બહેનોએ ખુબ સેવા આપી હતી.

Img 20181016 Wa0011

તો ઘણા હરિભક્તો આ ઉત્સવના યજમાન થયા હતા. તો કેટલાય હરિભક્તો સૂકા-મેવાના યજમાન થયા હતા. આજુ-બાજુ વસતા તેમજ દૂર-દૂરથી આવેલા ઉત્સવ પ્રેમી ખેલૈયાઓ અહીંની ચોખ્ખાઈ અને સુઘડતા, હરિભક્તોની સેવાની ભાવના અને સુંદર આયોજનથી ખુબ જ અભિભુત થયા હતા. સાથે-સાથે તેમને સંસ્થાની પ્રવૃત્તિની વિશેઃસ માહિતી પણ મળી હતી. આ પ્રસંગને લઈને ઘણા નવા બાળકો ગુરુકુળના ક્લાસમાં જોડાશે તેવી આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.